મૂળને ખોરાક તો જોઈએ જ તો જ મૂળ જીવી શકે અને એના આધારે આખો છોડ જીવંત રહી શકે. પરંતુ ઘણીવાર એવું જોવા મળે છે કે મૂળ જાતે ખોરાક બનાવવા માંડે છે અને મૂળમાં જ ખોરાકનો સંગ્રહ કરવા માંડે છે. આથી મૂળ પુષ્ટ અને માંસલ બને છે. બીટ જેવું કદ ભમરડા આકારનું ગોળમટોળ મૂળ માણસ જાતને ખાવાલાયક બને છે. શંકુ આકારનું મૂળ એટલે ગાજર. મોઈ દાંડિયાની મોઈ જેવો મૂળો અને શક્કરિયું. આ બધુ વનસ્પતિ પોતાના જીવન માટે કરે છે પરંતુ પ્રાણી સૃષ્ટિ પોતાના ખોરાક માટે વનસ્પતિના જુદા જુદા ભાગોનો ઉપયોગ કરે છે. મૂળ, ડાળી, પાંદડા, ફળ, ફૂલ વગેરે. ખોરાક તરીકે મૂળની વાત કરીએ છીએ ત્યારે થડ એટલે કે પ્રકાંડનો પણ ખોરાક તરીકે ઉપયોગ થાય છે તેની ઉદાહરણ સાથે વાત કરીએ. આદુ, હળદર, બટૅટા, સુરણ, ડુંગળી, લસણ જેવા છોડના પ્રકાંડમાં ખોરાકનો સંગ્રહ થાય છે અને આપણે ખાવાલાયક બને છે. ઔષધિ તરીકે તો ઘણા મૂળ ઉપયોગમાં આવે છે. શતાવરી, મૂસળી જેવા પુષ્ટ મૂળ ઔષધિના ઉપયોગમાં આવે છે