
આંબામાં જાતોની પસંદગી પહેલેથી માર્કેટને ઘ્યાનમાં લઈ જેતે વિસ્તારની વ્યાપારીક રીતે મહત્વની હોય તેવી જાત પસંદગી કરવી. વાડીમાં એક જ જાતનું વાવેતર ન કરતાં ૧૦ થી ૧૫% બીજી જાતોનું વાવેતર કરવાથી સારૂ ઉત્પાદન મળે છે. દક્ષિણ ગુજરાતમાં આફુસ, કેસર, સોનપરી, દશેરી, લંગડો, રાજાપૂરી, તોતાપૂરી, વશીબદામી, સરદાર, દાડમિયો,આમ્રપાલી, નીલમ, નિલફાન્સો, રત્ના સારી થાય મધ્ય અને ઉત્તર ગુજરાતમાં રાજાપૂરી, દશેરી, કેસર, જમાદાર, તોતાપૂરી, નિલ્ફોન્સો વગેરે જ્યારે સૌરાષ્ટ વિસ્તારમાં કેસર, સોનપરી, જમાદાર, રાજાપૂરી, દશેરી, આમ્રપાલી, તોતાપૂરી, નિલફોન્સો સારી થાય છે.
























