
બાળકોની કારકિદી કઈ બાબત પર આધાર રાખે છે? મહેરબાની કરીને મને આ બે સ્થાન પર તમારો માર્ગદર્શક બનવાની મંજૂરી આપો. હું પ્રથમ સ્થાન પસંદ કરીશ- લખનઉમાં ગોમતી પુસ્તક મહોત્સવ જે આ રવિવારે પૂર્ણ થયો અને બીજું સ્થાન, તમારા પોતાના ગૃહનગરની યાત્રા, જ્યાં દાયકાઓ અગાઉ નાની-નાની કરિયાણાની દુકાનો હતી. 1. ગોમતી પુસ્તક મહોત્સવમાં મુખ્ય આકર્ષણ ‘સેલ્ફ હેલ્પ’ પુસ્તકો હતા, જે વ્યક્તિગત સમસ્યાઓ ઉકેલવા, સકારાત્મક કે પ્રેરિત રહેવા તથા ચિંતા, ડિપ્રેશન અને આત્મસન્માનની ઉણપનો સામનો કરવા માટે રણનીતિઓ પૂરી પાડવા માટે લખાઈ હતી. આ વર્ષે નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા આયોજિત આ નવ દિવસના ઉત્સવે એક પુસ્તક મેળાની પારંપરિક માન્યતાને જીવંત, થ્રિ -ડાયમેન્શનલ ઉત્સવમાં પરિવર્તિત કરી દીધી હતી. લોકોએ મોટી સંખ્યામાં અહીંથી ‘ઈકિગાઈ’, ‘એટોમિક હેબિટ્સ’, પ્રેરક વાક્યો ધરાવતા પુસત્કો, જે તેમને સકારાત્મક રીતે વિચારવામાં મદદ કરે છે અને ત્યાં સુધી કે યુવાલ હરારીની ‘સેપિયન્સ’ અને ‘નેક્સસ’ જેવા પુસ્તકો પણ ખરીદ્યા, જે મનુષ્ય જાતિની ઉત્પત્તિ અને તેના વિકાસ અંગે જણાવે છે. 2. આપણે બધા જ પોતાના ગામમાં ગયા છીએ, જેને આપણે પોતાનું વતન કહીએ છીએ. ત્યાં અનેક નાની-નાની કરિયાણાની દુકાનો રહેતી હતી અને આપણા માતા-પિતા તથા એ દુકાનોના માલિક એક-બીજાને જાણતા હતા. જો તમે બે કે ત્રણ દાયકા પછી પોતાના ગામડે જઈ રહ્યા છો તો તમે નસીબદાર હશો કે તમને એ જ દુકાન અને એ જ વૃદ્ધ તથા નબળો પડી ગયેલો માલિક, જે દુકાનના ખૂણામાં બેસીને કેટલાક કાગળો ચકાસતો હશે . તમે વધુ નસીબદાર હશો જો તમને તેનો પુત્રનો પુત્ર પણ દુકાનની સામે ઉભેલો જોવા મળશે. હું આવું એટલા માટે કહી રહ્યો છું, કેમકે ગત મહિને અખિલ ભારતીય ગ્રાહક ઉત્પાદન વિતરક સંઘ- જે 1.3 કરોડ કરિયાણા સ્ટોરનું પ્રતિનિધિત્વ કરે છે અને જેમાંથી 1 કરોડથી વધુ દુકાનો ટિયર-2 અને નાના શહેરોમાં આવેલી છે-તેણે જાહેરાત કરી છે કે, ભારતમાં ક્વિક કોમર્સના તેજ ગતિએ વિકાસને કારણે ગત વર્ષે લગભગ 2 લાખ કરિયાણા સ્ટોર પોતાનો વ્યવસાય બંધ કરી ચુક્યા છે. હવે મારો તમને સવાલ છે કે, આ બાબત આપણને શું જણાવે છે? કરિયાણા સ્ટોર માલિક-જે આજે પણ એવી જ દુકાન ચલાવે છે અને ગ્રાહક આવતા જ પંખો ચાલુ કરે છે- તેણે કહ્યું કે, અમારી પેઢી અમારી જેમ સખત મહેનત કરવા માગતી નથી અને એવી નોકરીઓ શોધે છે, જ્યાં વાતાનુકૂલિત વાતાવરણ હોય. તે મોટા શહેરો તરફ દોડી રહ્યા છે. આ મુદ્દે હું તેમની સાથે અસહમત છું. તેઓ પુત્રના જાગવા અને સ્કૂલે જતા પહેલા જ દુકાને જતા રહેતા હતા, કેમકે દુકાન સવારે 8 કે 9 વાગે ખોલવાની રહેતી હતી. તેઓ દુકાન બંધ કરીને મોડેથી ઘરે આવતા હતા. તેમણે ક્યારેય ખુદને પેરેન્ટ માન્યા જ નથી અને પોતાના પુત્ર સાથે સમય પસાર કર્યો જ નથી. તેઓ કાયમ કહેતા હતા કે, દુનિયામાં પૈસા કમાવા મુશ્કેલ છે અને કરિયાણાની દુકાન ચલાવવી સરળ નથી. આ એ સમય હતો જ્યારે તેમના પુત્રએ વચન આપ્યું હતું. તે પિતાનો ધંધો નહીં સંભાળે. ગત 3 દાયકામાં તમે ક્યારેય પારંપરિક ધંધાને શ્રી-ડાયમેન્શનલ રીટેલ સ્ટોરમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કર્યો નથી. તેઓ એક આધુનિક બાળક એટલે કે પોતાના પુત્ર પાસે અપેક્ષા રાખે છે કે, એ તેમનો ધંધો સંભાળે, જ્યાં તેને જરૂર પડે ત્યારે, પંખો ચાલુ કરવાની મંજૂરી નથી. તેમણે પોતાની દુકાનને એક એવા વ્યવસાય તરીકે રજુ કરી નથી, જે સ્વતંત્રતા, આત્મસન્માન કે એકથી વધુ આઉટલેટમાં વધવાની તક આપતી હોય. તેમણે ક્યારેય ઉચ્ચ શિક્ષણ પર પણ ભાર મૂક્યો નથી. કાયમ એટલું જ કહ્યું કે, ‘દુકાને જ બેસવાનું છે.’ એટલે પુત્રએ ફૂડ ડિલિવરી બોય બનવાનો નિર્ણય લીધો અને ત્યાં પગાર મેળવ્યો, કેમકે ત્યાં તે લોકોને મળતો હતો, સારું જીવન જોતો હતો અને જીવંતતા અનુભવતો હતો. ફંડા એ છે કે…. પોતાને પૂછો કે શું તમે ( પોતાના પોતાન ફેમિલી બિઝનેસ કે કારકિર્દીને આગામી પેઢી સુધી સાચી રીતે પ્રોજેક્ટ કરી રહ્યા છો? ) કેમકે, તેને અંગે સકારાત્મક રીતે વાત કરવી, તમારા બાળકોને તમારા પગલે ચાલવા માટે પ્રેરિત કરતુ નિર્ણાયક પરિબળ હોય છે. – સાભાર. દિવ્ય ભાસ્કર, એન. રઘુરામન

















