
મરચીના પાકમાં ઘણી વખત વિષાણુથી થતો અને થ્રિપ્સ તથા પાનકથીરીના નુકસાનથી થતા કોકડવાના લક્ષણો જોવા મળે છે. આવા કિસ્સામાં કોકડવા માટે જવાબદાર જે તે પરીબળને શોધી યોગ્ય પગલાં લેવાથી તેની તીવ્રતા ઘટાડી શકાય છે વિષાણુથી થતા કોકડવાના રોગમાં છોડના પાન નાના અને ધારેથી વાંકાચૂકા થઈ કુંઠીત થઈ જાય છે. પાન આછા-પીળા રંગના થઈ જાય છે. આવા કિસ્સામાં કોકડવા રોગનો ફેલાવો કરતા વાહક (Vector) કીટકનો નાશ કરવાથી કોકડવા રોગનું નિયંત્રણ થાય છે.

























