

બ્રોકલીમાં ફેરરોપણીના ૪૦ દિવસ પછી કર્ડ આવવાની શરૂઆત થાય છે. અને ૫૫થી ૬૦ દિવસ પછી તે કાપવા લાયક થઈ જાય છે. જયારે માર્કેટમાં વેચવા યોગ્ય થાય ત્યારે ચપ્પા વડે ૧૦ થી ૧૫ સેમી જેટલું સ્ટેમ રહે તે રીતે કાપવા જોઈએ. કર્ડ ઢીલા પડે એ પહેલા એટલે કે કોમ્પેકટ હોય ત્યારે જ ઉતારી લેવા. ત્યારબાદ તેની શેલ્ફ લાઇફ ઓછી થાય છે અને વધારે દિવસ સુધી સાચવી શકતા નથી. બ્રોકલીનું ઉત્પાદન ૧૫ થી ૨૦ ટન પ્રતિ હેક્ટર મેળવી શકાય છે.કિચન ગાર્ડનમાં ગ્રોબેગમાં સારા પોટ મિક્સ સાથે પણ શિયાળામાં વાવી શકાય

























