
ભારતમાં લગભગ ૭૦% મકાઈનું ઉત્પાદન ખરીફ ઋતુ દરમિયાન થાય છે, જોકે, આ તે સમય છે જ્યારે સરેરાશ ઉપજ સૌથી ઓછી હોય છે (૨.૯ ટન પ્રતિ હેક્ટર). રવિ ઋતુમાં ઉત્પાદિત મકાઈ ૫ ટન/હેક્ટર જેટલી ઉપજ આપે છે, અને ઉનાળામાં ઉગાડવામાં આવતી મકાઈ આશરે ૪.૪ ટન ઉપજ આપે છે.
ગોદરેજ એગ્રોવેટ લિમિટેડે તાજેતરમાં મકાઈ માટે તેના ખાસ પ્રકારનું ભારતમાં સૌ પ્રથમ, આશિતાકા (Ashitaka)- ટોલ્પાયરાલેટ ૪૦% એસસી નિંદામણનાશક લોન્ચ કર્યું છે. ISK જાપાન સાથે સહયોગમાં, પહોળા પાંદડાવાળા નીંદણ પર અસરકારક નિયંત્રણ પૂરું પાડે છે જે ભારતમાં મકાઈના ખેડૂતો દ્વારા સામનો કરવામાં આવતો એક મોટો પડકાર છે. નીંદણનો ઉપદ્રવ, ખાસ કરીને શરૂઆતના વિકાસ તબક્કા દરમિયાન, મકાઈની ઉત્પાદકતા પર નોંધપાત્ર અસર કરે છે. ભારતમાં મકાઈના પાકના વાવેતર વિસ્તારમાં વધારા સાથે, આશિતાકા, નીંદણના જ્યારે ૨-૪ પાંદડા નીકળે તે તબક્કા વખતે છંટકાવ કરવામાં આવે છે ત્યારે અસરકારક નીંદણ નિયંત્રણ મળે છે.

























