
પરવળની ખેતીમાં છાટણી વિશે જણાવતા સર્વશ્રી શ્રી એસ.એસ. દરજી શ્રી જી. એસ. પટેલ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ, સમોડા-ગણવાડા, તા. સિદ્ધપુર જિ. પાટણ-૩૮૪૧૫૧ ફોન (મો.) ૯૯૦૯૯૪૧૯૯૫
શિયાળામાં ઠંડીના સમયે વેલાઓ સૂકાઈ જાય છે અને ખાખરો પડે છે. મૂળ સુષુપ્ત અવસ્થામાં રહે છે. ડિસેમ્બર-જાન્યુઆરી માસ દરમિયાન પાક આરામની અવસ્થામાં હોય ત્યારે ૩૦ થી ૪૫ સે.મી. લંબાઈ રાખીને ઉપરનો સૂકાઈ ગયેલો ભાગ કાપી નાંખવો. પરવળ બહુવર્ષાયું પાક હોવાથી જરૂરિયાત મુજબ મહિનામાં ૨ વખત નીંદામણ કરવું. દરેક ખામણામાં વેલાને નુકસાન ન થાય તેમ દરેક પિયત પછી ગોડ કરવી.. વેલાની ફૂટ શરૂ થતા દરેક વેલાઓને આધાર આપી મંડપ ઉપર ચઢાવવા. મંડપ ઉપર વેલા ચારે બાજુ એક સરખા ફેલાય તે માટે સમયસર વેલાની છટણી કરવી દરેક ખામણાંમાં જમીન પાસેથી નવા નીકળતા વેલા દર અઠવાડીયાના અંતરે કાપી દૂર કરવાથી અર્થક્ષમ ઉત્પાદન મેળવી શકાય છે.

























