
મકાઈ પાકમાંથી ઈથેનોલ ઉત્પાદન વિશે જણાવતા સર્વશ્રી ડૉ. ડી. કે. વ્યાસ . ડૉ. એમ. બી. પટેલ છ્ ઈજ. જે. શ્રવણકુમાર કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ, આણંદ કૃષિ યુનિવર્સિટી, ધોળાકુવા, ગોધરા, જી. પંચમહાલ – ૩૮૯૦૦૧ ફોનઃ (મો.) ૯૯૨૪૫ ૨૬૮૯૨
ઇથેનોલ કેવી રીતે બને છે ?
ઇથેનોલ બનાવવા માટે શેરડી/મકાઈના દાણા ને પ્રથમ મશીનમાં પીસવામાં આવે છે. આ પછી, શેરડીનો રસ/ મકાઈના દાણાની અંદર પાણી ઉમેરી રબડી બનાવ્યા બાદ, એક ટાંકીમાં એકત્રિત કરવામાં આવે છે અને તેને થોડા કલાકો માટે આથો લાવવા માટે છોડી દેવામાં આવે છે. પછી ટેંકમાં ગરમ ઊર્જા આપીને ઇથેનોલ બનાવવામાં આવે છે. એક ટન શેરડીમાંથી ૯૦ લિટર (૧૦૦ લિટર ઇથેનોલ માટે ૧૧.૨ ક્વિન્ટલ શેરડીની જરૂર પડે છે), ૧ ટન મકાઈમાંથી ૩૮૦ લિટર (૧૦૦ લિટર ઇથેનોલ માટે ૨.૬૩ ક્વિન્ટલ મકાઈની જરૂર પડે છે) અને ૧ ટન યોખામાંથી ૪૫૦ લિટર (૧૦૦ લિટર ઇથેનોલ માટે ૨.૨૨ ક્વિન્ટલ ચોખાની જરૂર પડે છે) ઈથેનોલ બનાવી શકાય છે.



























