
– જીવાણું (બેક્ટેરિયા) : બેક્ટેરિયા પાવડરને પાણી સાથે ભેળવી પાક પર છાંટવામાં આવે છે. જેથી. બેક્ટેરિયા પાનની સપાટી પર સ્થિર થાય છે. જીવાત જ્યારે આવા બેક્ટેરિયાયુક્ત પાન ખાય છે ત્યારે ખોરાક સાથે બેક્ટેરિયા જીવાત અન્નનળી દ્વારા આંતરડામાં પ્રવેશે છે. જીવાતના આંતરડામાં રહેલ ઊંચા અમ્લતાવાળા માધ્યમમાં બીજાણુંનું સ્કુરણ થાય છે અને ખાસ પ્રકારનું ઝેરી પ્રોટીનયુક્ત ક્રિસ્ટલ રસાયણ ઉત્પન્ન કરે છે. આ ઝેરી રસાયણ આંતરડાની દિવાલમાંથી પસાર થઈ જીવાતની દેહમાં દાખલ થાય છે અને જીવાતનું મૃત્યુ થાય છે. જીવાતની શરીરની ચામડી અંદરના દબાણને લીધે તૂટી જઈ બીજાણું બહારની બાજુએ ફેંકાય છે અને બેક્ટેરિયાનો આપમેળે ફેલાવો થાય છે.























