
સ્લીવિંગ પદ્ધતિમાં, ૧૬-૧૮ માઇક્રોન અથવા ૫૦ માઇક્રોન જાડાઈની બ્લ્યુ કલરની નળાકાર પ્લાસ્ટિક બેગ વાપરવામાં આવે છે, જેના બંને છેડા ખુલ્લા હોય છે અને તે કેળાની લૂમને પવન, ધૂળ, જીવાત અને કરા સામે રક્ષણ આપે છે. જો પ્લાસ્ટિક બેગ ન મળે તો લૂમને ઢાંકવા માટે વિણેલ કોથળો અથવા સૂકા પાંદડા પણ ઉપયોગ કરી શકાય છે. સ્લીવિંગ કરતી વખતે લૂમને આખી પ્લાસ્ટિક બેગ ચઢાવી બેગની ઉપરનો છેડો દોરીથી મજબૂત બાંધવામાં આવે છે અને નીચલો છેડો ખુલ્લો રાખવો. કેળની લૂમને બેગ ચઢાવવાંના ફાયદા
• કેળની લૂમને વધુ પ્રમાણમાં લાઇટ, પવન, વરસાદ, કરા અને અન્ય તત્ત્વોથી સુરક્ષિત રાખે છે.
• રોગ અને જીવાતની સામે સંરક્ષણ પણ મળી રહે છે. જેના કારણે રોગનાશક અને જીવાતનાશક દવાઓનો વપરાશ ઘટાડી શકાય છે.
• કેળાના ફળોનો રંગ અને ગુણવત્તામાં પણ સુધારો થાય છે. • બેગ ચઢવાના કારણે સ્થિર વાતાવરણ મળે છે જેથી તંદુરસ્ત અને વહેલા ફળો મળે છે.
• ફળની સમયસર પરિપકવતા મેળવી શકાય છે જેના કારણે ખેડૂતોને સારા બજાર ભાવ મળે છે





