
ઈઝરાયલમાં એક હેકટરમાં એટલે કે ૨.૫ એકરમાં ૩૫,૦૦૦ મરચીના છોડ વાવે છે અને હેકટરે ૭૦ ટનનું ઉત્પાદન મેળવે છે એટલે ૧ વીધામાંથી ૫૬૦ મણ લીલા મરચાનું ઉત્પાદન મેળવે છે. તેમને ખબર હોય છે કે ૧ ટન મરચા પકવવા માટે કેટલું પોષણ નાખવું પડશે અને તે પ્રમાણે ધાર્યા ઉત્પાદન પ્રમાણે ગુણાંકમાં ગણતરી કરીને પૂરતું પોષણ તે ડ્રીપ દ્વારા આપે છે એટલે ડ્રીપ દ્વારા આપેલ ફટિર્ગેશનનો મહત્તમ લાભ છોડને મળે છે. આપણે ત્યાં ખુલ્લા પિતને લીધે જમીન માં આપેલું પોષણ મૂળ પ્રદેશથી નીચે ચાલ્યું જાય છે જે ઘણીવાર પાક ના મૂળીયા મેળવી પણ શકતા નથી. મોટાભાગે આપણે જરૂરિયાત કરતા વધુ નાઇટ્રોજન આપીને આપણા પાકમાં નુકશાન કરતા હોઈએ છીએ .ડ્રિપ, પાળા અને મ્લચીંગ સાથે ફર્ટીગેશન સિસ્ટમ અપનાવો


























