રીંગણ એ સ્વપરાગનયન પ્રકૃતિનો છોડ છે, પરંતુ તે પરંપરાગનયન (૬-૧૦º.) બતાવી શકે છે. રીંગણના ફૂલો દ્વિ લિંગી છે. ચાર પ્રકારનાં ફૂલ જોવા મળે છે, જેમ કે: (૧) મોટા અંડાશય સાથે લાંબી પરાગવાહિનીવાળા ફૂલ (૬૦%), (૨) મધ્યમ કદના અંડાશય સાથે મધ્યમ પરાગવાહિનીવાળા ફૂલ (૧૦–૧૫), (૩) પ્રારંભિક અંડાશય સાથે આભાસી ટૂંકી પરાગવાહિનીવાળા ફૂલ અને (૪) ખૂબ જ પ્રાથમિક અંડાશય સાથે સાચી ટૂંકી પરાગવાહિનીવાળા ફૂલ (૨૨-૩૦). છોડના મધ્ય ભાગમાં આવતાં ફૂલોમાં ફળો વધારે બેસે છે, તેમાં પણ લાંબી પરાગવાહિનીવાળા ફૂલો પર ૪૯–૧૦૦. અને મધ્યમ પરાગવાહિનીવાળા ફૂલો પર ૪૬-૮૫ ફળો બેસે છે.

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

પ્રયોગ : રીંગણામાં કોકડવા નિયંત્રણ કેમ કરવું?

રીંગણામાં કોકડવાનો ઉપદ્રવ મોટી સમસ્યા છે. ખાસ કરીને ભેજવાળું કે વાદળછાયું વાતાવરણ હોય ત્યારે ચૂસિયા જીવાતના ઉપદ્રવ પછી કોકડવાની શરૂઆત થઈ જાય છે, જેમાં પાન
કોકડાઈ જાય છ.નવા ફુટ અન ફૂલ આવવાનાં બંધ થઈ જાયછે. પાક લગભગ નિષ્ફળ જાય છે. આવી સમસ્યા ઉદભવે ત્યારે સિદ્ધપૂર તાલુકાના બીલિયા ગામના મૂકેશભાઈ રબારી કરેણ, આંકડો, ગૌમૂત્ર અને શેવાળનો ઉપયોગ કરે છે. ખેડૂતના અનુભવ મુજબ, અઢી કિલો આંકડાનાં પાન તથા અઢી કિલો કરેણના પાનને ઝીણાં વાટી દસ લિટર પાણીમાં ઉમેરી ધીમા તાપે દ્રાવણ અડધું થાય ત્યાર બાદ આ દ્રાવણને ઠંડું પડયે ગાળી લઈ તેમાં અઢી લીટર ગૌમૂત્ર અને એક કિલો દરિયાઈ શેવાળ ઉમેરવામાં આવે છે. આ દ્રાવણને ૨૪ કલાક રહેવા દીધા પછી ગાળી લઈ એક પંપમાં ૫૦૦ ગ્રામ મુજબ છંટકાવ કરવાથી રીંગણના કોકડાઈ ગયેલા છોડમાં નવી ફૂટ અને ફુલ આવે છે. આ પદ્ધતિ છ-છ દિવસના અંતરે ત્રણ વખત કરવાથી ખૂબ સારું પરિણામ મળે છે.
આ પદ્ધતિ સંશોધકે પોતાના ખેતરમાં અજમાવી છે. આસપાસના પડોશી ખેડૂતોને તેના પ્રયોગો બતાવેલા છે અને સૌએ તે જોઈને અજમાવવાની તૈયારી પણ બતાવી છે. આ પદ્ધતિમાં સાવચેતી એ જ રાખવા છે કે દરિયાઈ શોવાળને ઓછામાં ઓછા ૨૪ કલાક ભીંજવવાની છે, જેથી શેવાળનો અર્ક દ્રાવણમાં આવી જાય. દવાનો છંટકાવ વહેલી સવારે કરવાથી વધુ ફાયદો થાય છે. છંટકાવ કરતી વખતે છોડ પૂરેપૂરો ઉપરનીચે ભીંજાય જાય તે રીતે દવા છાંટવાની હોય છે. અમારા ગામના રમેશભાઈ અમથાભાઈ રબારી તથા હિતેશભાઈ રમેશભાઈ રબારીએ આ દવાનો ઉપયોગ કરી પરિણામો લીધેલા છે.
સંશોધક મુકેશભાઈ રબારી પાસે માત્ર પાંચ વિધા ટૂંકી જમીન છે, જેમાં મુખ્યત્વે શાકભાજી અને પશુઓ માટે લીલો ચારો ઉગાડે છે. માત્ર ત્રણ ધોરણ સુધી જ અભ્યાસ કરેલો છે ૩૨ વર્ષના મુકેશભાઈ અવનવું વાંચવાનો શોધ ધરાવે છે અને ખેતીમાં પ્રયોગો કરી ઓછા ખર્ચે સારી ખેતી કરવા તેઓ મથતા હોય છે. (૧૯(૪):૦૬)

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીવાત : રીંગણ, ભીંડા, મરચી અને વેલાવાળા શાકભાજીમાં પાનકથીરી

પાનકથીરી છોડનો વધુ ઉપદ્રવિત ભાગ કાપી તેનો નાશ કરવો. લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૪૦ મિ.લી. (૧

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

રીંગણમાં બીજ ઉત્પાદન માટે પરપરાગનયન સંકરણ કરવા માટેનો સમયગાળો

રીંગણ રોપણીના ૪૦-૪૫ દિવસ પછી ફૂલો આવે છે. ફૂલ ખીલવાની શરૂઆત સવારે ૭:૦૦ થી ૮:૦૦ વાગ્યે થાય છે, ત્યારબાદ ૧૫-૨૦ મિનિટ પછી પરાગરજની મુક્તિ થાય

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

રીંગણમાં બીજ ઉત્પાદન માટે પરપરાગનયન સંકરણ કરવા માટેનો સમયગાળો

રીંગણ રોપણીના ૪૦-૪૫ દિવસ પછી ફૂલો આવે છે. ફૂલ ખીલવાની શરૂઆત સવારે ૭:૦૦ થી ૮:૦૦ વાગ્યે થાય છે, ત્યારબાદ ૧૫-૨૦ મિનિટ પછી પરાગરજની મુક્તિ થાય

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

રીંગણ : ડૂંખ અને ફળ કોરી ખાનારી ઇયળ

પાકની શરૂઆતની અવસ્થામાં નુકસાન પામેલ અને ચીમળાઇ ગયેલી ડૂંખોને ઇયળ સહીત તોડીને ઊંડો ખાડો કરી દાટી નાશ કરવાથી તેનો ઉપદ્રવ ઓછો કરી શકાય છે. ફેરરોપણીના

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીવાત : રીંગણ ડૂંખ અને ફળ કોરી ખાનારી ઇયળ

ફેરરોપણીના એક મહિના બાદ ૪૦ ફેરોમોન ટ્રેપ/હે. પ્રમાણે સામૂહિક ધોરણે મુકવા . ક્લોરપાયરીફોસ ૨૦% ઇસી 30 મીલિ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫% એસજી 6 ગ્રામ અથવા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
aries agro
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
aries agro
Enable Notifications OK No thanks