
મોટાભાગના શાકભાજી અને ફળફળાદી પાકોમાં કૃમિનો ઉપદ્રવ જોવા મળે છે. આ કૃમિ સૂક્ષ્મદર્શા હોય છે, તેને નરી આંખે જોઈ શકાતા નથી તેથી જમીનમાં તેની હાજરીનો ખ્યાલ આવી શકતો નથી. ગુજરાતમાં પાકમાં રોગ કરનાર કૃમિમાં મુખ્યત્વે ગંઠવા કમિ, કીડની આકારના કૃમિ, મૂળ કાપી ખાનાર કૃમિ, મૃળ પર ડાઘા કે ચાંદા પાડનાર કૃમિ, કવચ કૃમિ વગેરે જોવા મળે છે. તેમાં પણ ગંઠવા કૃમિનો ઉપદ્રવ સવિશેષ હોય છે. તમાકુ, રીંગણ , મરચી, ટામેટી, ભીંડા, કોબીજ તથા તમામ કઠોળ અને વેલાવાળા શાકભાજીના પાકોમાં ગંઠવા કમિ મૂળ ઉપર ગંડીકાઓ બનાવી તેમાંથી રસ ચૂસે છે , જેથી છોડને પૂરતો ખોરાક મળતો નથી. કાળજી લેવામાં ન આવે તો છોડ અકાળે સૂકાઈ જઇ નાશ પામે છે. કૃમિના નિયંત્રણ માટે સેન્દ્રિય ખાતરોનો બહોળો વપરાશ, પાકની ફેરબદલી, રોગપ્રતિકારક જાતો, ઘણી બધી કૃમિનાશક દવાઓ વગેરેનો અમલ કરી કૃમિથી થતા રોગોને કાબૂમાં રાખવામાં આવે છે. રાસાયણિક કૃમિનાશક દવાઓના ઉપયોગથી જમીન અતે પાણી પ્રદૂષિત થાય છે, જે માનવ સ્વાસ્થ્ય અને વાતાવરણ માટે હાનિકારક છે. આથી સોઇલ સોલારાઈઝેશન એ કૃમિના અસરકારક નિયંત્રણ માટેનો એક શ્રોઠ વિકલ્પ છે. જેનાથી વાતાવરણ, પાક તથા પાણીનું પ્રદૂષણ ઘટાડી શકાય છે.


























