
પાકની શરૂઆતની અવસ્થામાં નુકસાન પામેલ અને ચીમળાઇ ગયેલી ડૂંખોને ઇયળ સહીત તોડીને ઊંડો ખાડો કરી દાટી નાશ કરવાથી તેનો ઉપદ્રવ ઓછો કરી શકાય છે. ફેરરોપણીના એક મહિના બાદ ૪૦ ફેરોમોન ટ્રેપ/હેકટર પ્રમાણે સામૂહિક ધોરણે મૂકવા. ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી 30 મિલિ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫ એસજી 6 ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી 6 મિલિ અથવા સાયપરમેથ્રીન ૧૦ ઇસી 15 મિલિ અથવા ડેલ્ટામેથ્રીન ૨.૮ ઇસી 15 મિલિ અથવા ફેનવાલરેટ ૨૦ ઇસી 15 મિલિ અથવા લેમડાસાયહેલોથ્રીન ૫ ઇસી 8 મિલિ અથવા થાયોડીકાર્બ ૭૫ વેપા 8 મિલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૫% ફેનપ્રોપેથ્રીન ૧૫ ઇસી 15 મિલિ અથવા થાયાક્લોપ્રીડ ૨૧.૭ એસસી 25 મિલિ અથવા બીટાસાયફ્લ્યુથ્રીન ૮૪૯% + ઇમિડાક્લોપ્રીડ ૧૯.૮૧ ઓડી 8 મિલિ 15 લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. ઉપદ્રવિત ફળો ભેગા કરી જમીનમાં દાટી નાશ કરવો.























