
ગુજરાત રાજ્યમાં વાલોળ/પાપડીના પાકને સૂકી તથા ઠંડી આબોહવા વધુ માફક આવે છે. વાનસ્પતિક વૃદ્ધિ માટે શરૂઆતના દિવસોમાં વાદળ વિનાનું સુકુ હવામાન (લેઈટ-ખરીફ) માફક આવે છે. જ્યારે શીંગો બેસતી વખતે ઠંડું હવામાન ફાયદાકારક છે.
વાલોળનો વાવેતર સમય અને ખાતર :
વાલોળ/પાપડી મોડી ચોમાસુ પ્રૠતુ માટે વાવેતર કરવાનું હોય તો ૧૫ સપ્ટેમ્બર થી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન અને રબી ૠતુ માટે ૧૫ ઓકટોબર થી ૧૫ નવેમ્બર દરમ્યાન વાવેતર કરવું જોઈએ.

















