
સિસ્ટેમિક જંતુનાશક અને ટ્રાન્સલેમિનિયર જંતુનાશક વચ્ચેનો તફાવત સમજી લેવા જેવો છે. દવાનો છંટકાવ કર્યા પછી રસાયણ છોડની અંદર કેટલી દૂર અને કેટલી મુક્તપણે ફરે છે તેના આધારે સમજીયે. સૌથી પહેલા સિસ્ટેમિક જંતુનાશકો એટલે એવી દવા જે છોડ દ્વારા શોષાય છે અને તેની સંપૂર્ણ વાહક પેશીઓ (ઝાયલેમ અને ફ્લોએમ) મારફતે આખા છોડમાં ફેલાય જાય છે. આ રસાયણ મૂળ, પ્રકાંડ, પાંદડા અને ફૂલો સહિત છોડના તમામ ભાગોમાં પહોંચી જાય છે. ટૂંકમાં રસાયણ છોડની “નસો” માં ફરી રહ્યું હોય છે, આ સિસ્ટેમિક જંતુનાશકો છોડનો રસ ચૂસતી જીવાતો જે છોડની અંદરના પ્રવાહી પર નભે છે. તેના માટે ઉત્તમ છે દા.ત. મોલોમશી, સફેદ માખી, મિલીબગ અને સ્કેલ જંતુઓ. વગેરે .


















