એપીરીકેનીયા મેલાનોલ્યુકા : શેરડોના પાયરીલાના જૈવિક નિયંત્રણમાં બાહ્યપરજીવી એપીરીકેનીયા મેલાનોલ્યુકાનો ફાળો અગત્યનો છે. આ કીટક રોમપક્ષી બાહ્ય પરોપજીવી છે. પુખ્ત કીટક કાળા રંગનું હોય છે જે કોશેટામાંથી નીકળ્યા બાદ કોશેટા પાસે જ બેસી રહે છે. ઈંડામાંથી નીકળેલ ઈયળ ખુબ જ નાની, આછા પીળા રંગની અને પ્રમાણમાં મોટા માથાવાળી હોય છે. જે ચપળતાથી યજમાન પાયરીલાની શોધમાં ફરતી રહે છે. પાયરીલાના શરીર સાથે ચોંટેલી ભમરી ઈયળનો રંગ શરૂઆતમાં રતાશ પડતો હોય છે, પરંતુ મોટી થતા તેના શરીર પર સફેદ પાવડર જેવા આવરણને કારણે તે સફેદ રંગની દેખાય છે.

કંપનીન્યુઝ : સ્પાયરોટેટ્રામેટ – એક નવી દવા
સ્પાયરોટેટ્રામેટ – એક નવી દવા ખેતી પાકોમાં નુકસાન કરતી જીવાત (કીટકો)ના નિયંત્રણ માટે વિવિધ કીટનાશક દવાઓનો ઉપયોગ થાય છે. ચીલાચાલુ કીટકનાશક દવાઓના વારંવાર થતાં ઉપયોગને પરિણામે લાંબા ગાળે જીવાતોએ તેની સામે પ્રતિકારક


















