aries agro

સોલાર ઈલેકટ્રીક ફેન્સિંગ ગોઠવણી કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી મહત્વની સૂચનાઓ  
૧. ફેન્સ વાયરનું ઈસ્ટોલેશન ટેલિફોન વાયર અથવા ટેલિગ્રાફ, રેડિયો એરિયલથી દૂર રાખવું. 
૨. એક જ ફેન્સ ઉપર બે અલગ અલગ એનર્જાઈઝર લગાવવા નહીં કે એક જ એનર્જાઈઝર ઉપર બે ફેન્સ સર્કીટ જોડવી નહીં.  ૩. બે અલગ અલગ ફેન્સિંગ જેને અલગ અલગ એનર્જાઈઝરથી સ્વતંત્ર જોડવી હોય તો બંને ફેન્સિંગના વાયર વચ્ચેનું અંતર ૨ મીટરથી ઓછું રાખવું નહીં. ૪. કાંટાળા વાયરનો સોલાર ફેન્સિંગ માટે ઉપયોગ કરવો નહીં. ૫. એનર્જાઈઝર કે ફેન્સ કનેકશન યા ફેન્સને બીજા કોઈપણ પ્રકારના સાધનો જેવા કે પોલ્ટ્રી, પ્રાણીઓના સાધનોને નુકશાન થઈ શકે છે. ૬. અર્થિંગ માટે એનર્જાઈઝર મેન્યુફેક્ચરરની સલાહ અને સુચનોનું પાલન કરવું. ૭. કોઈપણ બીજા પ્રકારના અર્થિંગને ઓછામાં ઓછો ૧૦ મીટર દૂર રાખવો. ૮. બિલ્ડીંગ અને જયાં ખારાશવાળી જમીન હોય ત્યાં લીડ આઉટ કેબલ તરીકે ગેલ્વેનાઈઝ વાયર વાપરવો નહીં કે હાઉસ હોલ્ડ ઈલેકિટ્રક વાયર વાપરવો નહીં. ૯. લીડ આઉટ કેબલ કે ફેન્સ વાયરને ઈલેકિટ્રક કે ટેલિફોન લાઈન ઉપરથી પસાર કરવો નહીં. ૧૦. લીડઆઉટ કેબલને જમીનમાંથી પસાર કરવા માટે લોખંડની પાઈપમાં ઈસ્યુલેટેડ હાઈ વોલ્ટેજ વાયર નાંખીને પસાર કરવો. આનાથી પ્રાણીની ખરી (પગ) કે ટ્રેકટરના વ્હીલથી નુકશાનીથી બચાવી શકાય. ૧૧. કંપનીના સર્ટિફાઈડ ઈન્સ્ટોલર પાસેથી સિસ્ટમને પરીક્ષણ કરાવવી. ૧૨. જલદી સળગનાર મટિરિયલ્સ ફેન્સના વાયર અને એનર્જાઈઝરથી દૂર રાખવું. જયારે આગ લગાવાનો સંભવ હોય ત્યારે એનર્જાઈઝર ડીસકનેકટ કરવું. 
ચેતવણી : સોલાર ફેન્સિંગ સાથે વીજળીથી ચાલતા કોઈપણ સાધનો જોડવા નહીં. બેટરી જયારે એનર્જાઈઝર સાથે જોડેલી હોય ત્યારે બેટરી ચાર્જરથી બેટરીને ચાર્જ કરવી નહીં.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

aries agro

કૃષિ ટેકનોલોજી : દવા છાંટવાનો દાડીયો

આપણે ત્યાં ટ્રેક્ટર માઉન્ટેડ પંપ હોય, નાના ખેડૂતો વળી હીરોહોન્ડા સાથે પંપ ને જોડીને દવા છાંટવાનું કરે, મોટી બાગાયત ખેતી વાળા ટ્રેક્ટરની પાછળ હવે નવા આવેલા હોર્ટીકલ્ચર સ્પ્રેયરથી દવા ને અસરકારક છાંટે

વધુ વાંચો....

એગ્રીકલ્ચર ઈલેકટ્રોનિક દાડિયા

લ્યો, મરચી વીણવાનો રોબોટ આવી ગયો, જાપાનની એગ્રીસ્ટ નામની કંપનીએ આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એ. આઈ.નો અદભુત ઉપયોગ મરચા વીણવા માટે રોબોટ તૈયાર છે જે મરચીના છોડમાંથી તમે કહ્યું હોય તેવા મરચા

વધુ વાંચો....

ગુજરાતનો પ્રખ્યાત એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?

આ મહિનાની એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૮- ૧૯- ૨૦ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો છે. આ એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં વિદેશની કંપનીના સ્ટોલ, કૃષિ મશીનરી, ટ્રેક્ટરો, હાર્વેસ્ટરો, રોટાવેટર, ડ્રીપ

વધુ વાંચો....

ખાતરનો ઉપયોગ : ખાતરની કાર્યક્ષમતા વધારવાના ઉપાયો

ખેતીમાં ઉપયોગમાં લેવાતા ખાતરોના ગુણધર્મો અલગ-અલગ હોવાથી તેમની કાર્યક્ષમતા વધારવા માટેના ઉપાયો પણ અલગ-અલગ હોય છે. રાસાયણિક ખાતરોનો કાર્યક્ષમ અને અર્થક્ષમ ઉપયોગ થાય તે માટે અગત્યના મુદાઓ નીચે મુજબ છે

વધુ વાંચો....

ટ્રેકટરના એન્જિન ઓછી તાકાત બતાવતું હોય તો શું કરવું ?

મુશ્કેલી/કારણ ઃ ટ્રેકટર એન્જિન વધારે ગરમ થઈ જતું હોય/બ્રેક ડ્રમની સાથે ચોટતી હોય/એક્ઝોસ્ટ તેમજ એન્જિનમાં કાર્બન જામી ગયેલ હોય/એરક્લિનરમાં કચરો જામ થતો હોય/કમ્પ્રેશન બરાબર ન થતું હોય/ ફ્યુઅલ પંપ/નોઝલ કામ આપતી ન

વધુ વાંચો....

ટ્રેકટરના એર ક્લીનરની સંભાળ કેવી રીતે રાખવી ?

ટ્રેકટરમાં એન્જીનની સામે જ એર ક્લીનર હોય છે જે એન્જિનનાં નાક સમાન છે. એરક્લિનરમાંથી હવા સાફ થઈને એન્જિનમાં જાય છે, પરંતુ એર ક્લિનરમાંથી એન્જિનમાં જતી હવા ધૂળ, માટીનાં કણો સાથે જાય તો

વધુ વાંચો....

પ્રયોગ: સોલાર ટ્રેક્ટર

નવીનભાઈ ગોરધનજીભાઈ માળી (મો. 9913482888)એ ખેતીકામ માટે એક નાનું સોલાર ટ્રેક્ટર બનાવ્યું છે. આ ટ્રેક્ટરથી ખેતીનાં કામો કરી શકાય છે, જે ડીઝલ પેટ્રોલની સાપેક્ષમાં ઓછું ખર્ચાળ છે. અહીં આજુબાજુની સોસાયટીમાં તરબૂચ વેચવા

વધુ વાંચો....

કૃષિ મશીનરી : પાવર ફેન્સ શું છે અને તે કઈ રીતે કામ કરે છે ?

પાવર ફેન્સએ ન્યુઝીલેન્ડ વિશ્વ વિખ્યાત ગૈલધર કંપનીની રજીસ્ટ્રર બ્રાન્ડ છે. જે એક પ્રકારની સક્રિય આડશ (વાડ) છે. રખડતું, પાલતું કે જંગલી પ્રાણીઓને દુઃખદ પણ સલામત શોક આપતી આ ફેન્સ ખેતીવાડી, ફેકટરીના રક્ષણ

વધુ વાંચો....

પાવર ફેન્સ સિસ્ટમની વિશિષ્ટ ખાસીયતો શું છે ?

પાવર ફેન્સ સિસ્ટમની વિશિષ્ટ ખાસીયતો શું છે ? પાવર ફેન્સને બારબેડ વાયર (કાંટાળી વાડ) ની આડશ સિવાયની કોઈપણ હયાત ફેન્સની બાજુમાં બાંધી શકાય છે.પાવર ફેન્સ પ્રાણીઓના પ્રકારને ધ્યાને રાખી જરૂરીયાત મુજબ ગોઠવી

વધુ વાંચો....

આંબાની ઘનિષ્ટ વાવેતર પદ્ધતિમાં ફાર્મ મશીનરીનો ઉપયોગ

આંબામાં ઘનિષ્ટ વાવેતર પદ્ધતિથી કલમની રોપણી કરી હોય તો છંટણી, કેળવણી અને અન્ય ખેતકાર્યો સરળતાથી, ચોકસાઈપૂર્વક અને વધુ કાર્યક્ષમતા સાથે કરવા માટે વિવિધ સાધનો અને ફાર્મ મશીનરીનો ઉપયોગ કરવો હિતાવહ છે. પાણી

વધુ વાંચો....

ડ્રોન ટેકનોલોજી : ડ્રોન ટેકનોલોજીનું મહત્વ

ડ્રોન ટેકનોલોજીએ મોટાભાગના ઉદ્યોગોમાં તેની વિવિધતાને કારણે માન્યતા મેળવી છે અને કૃષિ સમુદાય માટે ભવિષ્ય ગણવામાં આવે છે. ડ્રોન ભારતીય કૃષિ ને કેવી રીતે ટેકો આપી શકે ?

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks