
ખેતી અને હવામાન
સમગ્ર સૂર્યમંડળમાં વાતાવરણની મહામૂલી ભેટ ફક્ત આપણી પૃથ્વીને જ મળેલી છે. વનસ્પતિ જીવન અને માનવજીવનને અનુકૂળ એવું વાતાવરણ પણ તેને મળ્યું છે. તેથી જીવસૃષ્ટિનું પૃથ્વી ઉપર નિર્માણ શક્ય બન્યું છે. પૃથ્વીની સપાટી ઉપરનું હવાનું આવરણ એ વાયુઓ, વરાળ અને સૂક્ષ્મ રજકણોના મિશ્રણનું બનેલું સ્તર આવેલું છે.







