aries agro

મરચીનો ફાઇટોપથોરા – મરચીનો સુકારો- રૂટ રોટ

રોગકારક :
જે વિસ્તારમાં સીધા સપાટ ક્યારામાં મરચી થતી હોય પાળા ઉપર મરચી વાવવામાં આવતી ન હોય, જે વિસ્તાર માં વર્ષો થી મરચીની ખેતી થતી હોય ત્યાં પાળા બનાવવામાં ન આવતા હોય ત્યાં ફાયટોપથોરા રોગ વધુ દેખાય છે .

ફાયટોપ્થોરા બ્લાઈટ એટલે કે એક પ્રકારની વોટર મોલ્ડથી થતો સુકારો છે, આ રોગ મરચીના પાકને 100 ટકા સુધી નું નુકશાન કરી શકે છે. ફાયટોપથોરાને 24 થી 29 સેન્ટિગ્રેડ તાપમાન અને 18 સેન્ટિગ્રેડ જમીન તાપમાન અનુકૂળ છે એટલેકે 24 સે. થી + – 4 ડિગ્રી એટલે કે 4 ડિગ્રીની વધઘટ હોય અને જમીનનું તાપમાન 18 સેં. થાય ત્યારે ફાઇટોપથોરા દેખાય છે.

રોગ ના લક્ષણ :

થડ ઉપર કાળો ડાઘ પડે , છોડ, મૂળ અને પાંદડા ખરી જઈને છોડ ઉભો સુકાય તે રોગને ફાય્ટોપ્થોરા બ્લાઈટ કહે છે.

આ ફાયટોપ્થોરા રોગકારકને લીધે થાય છે. પાંદડા ઉપર ઘાટા લીલા ડાઘ કે ફળ પણ થોડો સમય ઘાટા લીલા બની જાય છે. આ રોગ વધુ ભેજ સાચવતી જમીનમાં વધુ થાય છે .

ખુબ જ મોટું એટલે 100 ટકા સુધીનું નુકશાન કરી શકતો ફાયટોપથોરા રોગ મરચીની ખેતીનો મોટો દુશ્મન છે , આ રોગ ના રોગકારક 4 વર્ષ સુધી જમીનમાં પડ્યા રહે છે . જમીનમાં પડેલા રોગકારક વરસાદના ઝાપટા સાથે પાંદડા પાર આવે છે અથજવા પાણી સાથે ખુલ્લા ધોરીયા માં પાણીના વહન ની દિશામાં આ રોગ આગળ વધે છે, રોગકારક એક વાર છોડના મૂળ કે થડ ને લાગે પછી તો હજારો રોગકારક ફેલાવે છે . સુકાય ગયેલ છોડના જડીયામાં પણ રોગકારક હોય છે જે ખેતરમાં પડી રહ્યા હોય તો બીજા વર્ષે ફરી પોતાનું જીવન મરચીના પાકમાં આગળ વધારે છે . બે હાર વચ્ચે ગ્રીન મ્લચીંગ ઘઉંનું કુવલ નાખો અથવા મ્લચીંગ કરીને મરચીની ખેતી કરો .

ચોમાસામાં શું કાળજી લેવી :

ફાયટોપથોરા માટે ફુગનાશક બહુ કામ આવતા નથી પણ તેનાથી બચવા ખેતી પધ્ધતિ બદલો એટલે કે પાળા ઉપર મ્લચીંગ અને ડ્રિપ સાથે મરચીની ખેતી કરો .

પવનને લીધે મરચીનો છોડ ડગડગે નહિ તેની કાળજી લ્યો , મરચીની હાર ઉપર દર દશ ફૂટે લાકડું ખોડી તેમાં દોરી કે તાર બાંધીને છોડને ટેકો આપો , પાણી અને હવાથી આ રોગ પ્રસરે છે , ઝાપટ વાળો વરસાદ થી વધુ ફેલાય છે

છોડ પવનથી હલી હલીને જમીન અને થડના જોડાણ પાસે કોન આકારનો ખાડો બનવો જોઈએ નહિ નહીંતર વરસાદ નું પાણી ત્યાં ભરાશે તો પછીથી ફાઇટોપથોરા જરૂર આવશે ,

ઘાટું વાવેતર ના કરો અને ચાસ માં લાકડા ખોડી ને દોરી થી મરચીના છોડ ને ટામેટીની જેમ બાંધો

એક વાર ફાયટોપથોરા લાગ્યા પછી રોગ ને અટકાવી શકવું ઘણું મુશ્કેલ છે તે યાદ રાખજો . જો તમારી જમીનમાં આ રોગ આવતો હોય તો 4 વર્ષ મરચીનું વાવેતર બીજા ખેતરમાં કરો .

પ્રિ હાર્વેસ્ટ ઈન્ટરવલ એટલેકે ફળ આવે તે પહેલા ડ્રેનચિંગ અને સ્પ્રે કરો ,સેન્દ્રીય તત્વો વધુ નાખો .મેટાલેક્સિલ આ રોગમાં કામ આવતું માંથી

બઝારમાં મળતા નવા ફુગનાશક :

  • મેલોડી ડુઓ (ઇપ્રોવાલીકાર્બ + પ્રોપીનેબ) ૪૫ ગ્રામ/પંપ અથવા
  • પ્રોલીફર (ફોસેટાઈલ+ ફ્લુઓપીકોસાઈડ) ૩૦ ગ્રામ/પંપ અથવા
  • ઇક્વેકશન પ્રો. (ફેમોક્ષાડોન + સાયમોક્ષાનીલ) ૨૫ ગ્રામ/પંપ
  • રેવુસ (મંડીપ્રોપેમાઇડ) નું ડ્રેન્ચિંગ કરવું.

આવીજ સાચી માહિતી રોજ મેળવવા માટે આજેજ તમે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ માં જોડાવ 

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

મનની વાત : કપાસમાં વરસાદ પછીની માવજત

અત્યારે બધી જ જગ્યાએ સારા પ્રમાણમાં વરસાદ પડેલ છે ત્યારે કપાસ અને અન્ય પાકોને નુકશાન થવાની શક્યતા છે ત્યારે કપાસના પાકમાં મુખ્યત્વે સુકારો અને ફળ ખરવાના પ્રશ્નો જોવા મળે છે તો આપણે

વધુ વાંચો....

વરસાદ પછીની માવજત – ૧

મરચીના પાનના ટપકાનો રોગ કેવી રીતે લાગે ? મરચીના પાન સતત ૧૪ કલાક વરસાદ કે ઝાકળથી અથવા વરસાદ થી ભીના રહે તો વાતાવરણના બેક્ટેરિયાનું છોડ પર આક્રમણ થાય અને મરચીને ચેપ લાગે,

વધુ વાંચો....

ડાંગરનો ગલત અંગારીયો

જ્યાં દર વર્ષે આ રોગ આવતો હોય ત્યાં કંટી નીકળવાની તૈયારી હોય ત્યારે મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 15 ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ વેપા 15 ગ્રામ અથવા પ્રોપિકોનાઝોલ

વધુ વાંચો....

શેરડીનો રાતડો

ટ્રાયકોડર્મા વીરીડી અથવા ટ્રાયકોડર્મા હરજીયાનમ પ્રેસમડમાં સંવર્ધન કરી રોપણી સમયે ૮ ટન પ્રતિ હેક્ટરે ચાસમાં આપવું. વધુ પડતું પિયત અથવા પાણીની ખેંચ થવા દેવી નહિ.

વધુ વાંચો....

મગનો પીળો પંચરંગીયો

આ રોગનો ફેલાવો સફેદમાખી દ્વારા થતો હોવાથી તેના નિયંત્રણ માટે શોષકપ્રકારની કીટનાશકો જેવી કે ડાયમિથોએટ ૩૦ ઇસી 15 મિલિ અથવા ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ 6 મિલિ અથવા એસીટામિપ્રિડ ૨૦ એસપી 5 ગ્રામ અથવા

વધુ વાંચો....

મરચીમાં વાઇરસ

મરચીના પાકમાં ઘણી વખત વિષાણુથી થતો અને થ્રિપ્સ તથા પાનકથીરીના નુકસાનથી થતા કોકડવાના લક્ષણો જોવા મળે છે. આવા કિસ્સામાં કોકડવા માટે જવાબદાર જે તે પરીબળને શોધી યોગ્ય પગલાં લેવાથી તેની તીવ્રતા ઘટાડી

વધુ વાંચો....

બાજરીનો ગેરૂ

રોગની શરૂઆત થાય કે તુરંત જ મેન્કોઝેબ અથવા ઝાયનેબ ૦.૨ ટકા પૈકી કોઇપણ એક ફૂગનાશક 35 ગ્રામ 15 લીટ પાણીમાં ઓગાળી છંટકાવ કરવો અને ત્યાર બાદ ૧૫ દિવસે જરૂરિયાત મુજબ બીજાે છંટકાવ

વધુ વાંચો....

મગફળીમાં ઘૈણ

ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉ૫દ્રવિત વિસ્તારમાં પ્રકાશ પિંજર ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા કીટકોનો નાશ કરવો. ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ ર૫ ઈસી અથવા કલોરપાયરીફોસ ર૦ ઈસી હેકટરે

વધુ વાંચો....

કપાસના પેરા વિલ્ટ/ સુદાન વિલ્ટ/ ન્યૂ વિલ્ટ

જમીનમાં ભેજની અછત ટાળવી અને આવી ૫રિસ્થિતીમાં પિયત આ૫વાથી સૂકારાનું પ્રમાણ ઘટાડી શકાય છે. વરાપે ખેડ કરવાથી અથવા છોડના મૂળ વિસ્તારમાં ગોડ કરી જમીનમાં હવાની અવરજવર કરવાથી ફાયદો થાય છે. છોડ ઉ૫ર

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks