aries agro

કપાસના પાનની ઉપરૅની સપાટી પર કાળા રંગની ફૂગની હાજરી જણાતાં ઘણી વખત ખેડૂતો અજાણતા તેના નિયંત્રણ માટે ફૂગનાશકનો છંટકાવ કરતા હોય છે. તે યોગ્ય નથી. મોલો અને સફેદમાખી જેવી ચૂસિયાં પ્રકારની જીવાતો પાનમાંથી રસ ચૂસે છે અને શરીરમાંથી મધ જેવા ચીકણા પદાર્થનો સ્રાવ બહાર કાઢે છે. જે ઉપરની સપાટી પર પડતાં શરૂઆતમાં તે ચળકાટ મારે છે. સમય જતાં તેના પર કાળી ફૂગનો ઉગાવો થતાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા અવરોધાય છે. તેને પરિણામે છોડની વૃદ્ધિ અટકે છે. ઉપદ્રવિત છોડ ઠીંગણા રહે છે. આવા કિસ્સામાં ફૂગનાશકને દવાનો છંટકાવ ન કરતા મોલો અને સફેદમાખીના નિયંત્રણ માટે ભલામણ કરેલ કોઈપણ ઘણી વખત કપાસના પાન કોકડાઈ જાય છે. તેને માટે જીવાત અને વિષાણુ એમ બન્ને જવાબદાર હોય છે. કપાસના પાકમાં મોલો અને તડતડીયાં (હોપર) પાનની નીચેની સપાટી પર રહી પાનમાંથી રસ ચૂસી નુકસાન કરે છે. રસ ચૂસાવાને લીધે પાન કોકડાઈ જાય છે. મોલો અને તડતડીયાંને લીધે પાન કોકડાઈ જવાના લક્ષણો થોડા જુદા પડે છે. જેમ કે, મોલોનો ઉપદ્રવ વધુ હોય તો પાન કોકડાઈ જાય છે અને પાનની સપાટી પર અગાઉ જણાવ્યા પ્રમાણે કાળી ફૂગની વૃદ્ધિ જોવા મળે છે. જ્યારે તડતડીયાંનો ઉપદ્રવ વધુ હોય તો સૌ પ્રથમ પાનની કિનારી પીળી પડી જાય છે. પાન કિનારીથી નીચેની તરફ વળીને ‘કોડિયા’ જેવો આકાર ધારણ કરે છે. તે ઉપરાંત તડતડીયાંની લાળમાં એક ખાસ પ્રકારનું ઝેરી તત્વ હોય છે. જે રસ ચૂસતી વખતે પાનમાં દાખલ કરે છે. તેને લીધે પાન તામ્ર રંગના થઈ જાય છે. ઘણી વખત વિષાણુના આક્રમણને લીધે પણ પાન કોકડાઈ જાય છે. સદનસીબે ગુજરાતમાં કપાસના પાકમાં વિષાણુથી થતો કોકડવાનો રોગ જોવા મળતો નથી.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

તલનો પર્ણગુચ્છ/ ફાયલોડી

આ રોગ લીલાં તડતડીયાંથી ફેલાતો હોવાથી તેના નિયંત્રણ માટે ડાયમીથોએટ ૩૦ ઇસી 15 મિલિ અથવા ફોસ્ફામીડોન ૪૦ એસએલ 15 મિલિ 15 લિટરમાં ભેળવી ૧૦ દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા.

વધુ વાંચો....

ડાંગરનો કરમોડી/ ખડખડીયો/ બ્લાસ્ટ

રોગ જણાય કે તરત જ ટ્રાયસાયક્લાઝોલ ૭૫ વેપા 10 ગ્રામ અથવા આઇપ્રોબેનફોસ ૪૮ ઇસી 15 મિલિ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 15 ગ્રામ 15 લિટર પાણીમાં ઉમેરી ૧૫- ૨૦ દિવસના અંતરે જરૂરિયાત મુજબ

વધુ વાંચો....

કપાસ : મોલો-મશી, તડતડીયાં, સફેદમાખી, થ્રિપ્સ

બ્યૂવેરીયા બેસીયાના કે વટિર્સીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ ફ્લોનિકામાઈડ ૫૦ ડબલ્યૂજી 6 ગ્રામ અથવા ડાયફેન્થ્યૂરોન ૫૦ ડબલ્યૂપી 15 ગ્રામ અથવા ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ 6 મિલિ

વધુ વાંચો....

ટામેટા : પાનકોરીયું અને પર્ણ-વ-ફળ વેધક

પર્ણ-વ-ફળ વેધકની ઇયળના ઉપદ્રવની શરૂઆત થતા જ નર ફૂદાને સમૂહમાં પકડવા (આકર્ષવા) માટે ૪૦ ટ્રેપ પ્રતિ હેક્ટરે ગોઠવવા. બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા

વધુ વાંચો....

મગફળીમાં ઘૈણ

ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉ૫દ્રવિત વિસ્તારમાં પ્રકાશ પિંજર ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા કીટકોનો નાશ કરવો. ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ ર૫ ઈસી અથવા કલોરપાયરીફોસ ર૦ ઈસી હેકટરે

વધુ વાંચો....

કપાસના પેરા વિલ્ટ/ સુદાન વિલ્ટ/ ન્યૂ વિલ્ટ

જમીનમાં ભેજની અછત ટાળવી અને આવી ૫રિસ્થિતીમાં પિયત આ૫વાથી સૂકારાનું પ્રમાણ ઘટાડી શકાય છે. વરાપે ખેડ કરવાથી અથવા છોડના મૂળ વિસ્તારમાં ગોડ કરી જમીનમાં હવાની અવરજવર કરવાથી ફાયદો થાય છે. છોડ ઉ૫ર

વધુ વાંચો....

ડાંગર : ગાભમારાની ઇયળ અને ડાંગરનાં ચૂસીયાં

ચૂસીયાંનો ઉપદ્રવ ઘટાડવા નાઈટ્રોજનયુકત રાસાયણિક ખાતરો ભલામણ મુજબ ત્રણ હપ્તામાં આપવા જાેઈએ. ચૂસીયાંનો ઉપદ્રવ જાેવા મળે કે તરત જ કયારીમાંથી પાણી નિતારી નાખવુ. પ્રકાશપીંજર અને ગાભમારાના નર ફૂદાને આકર્ષતા ફેરોમોન ટ્રેપ ગોઠવવાથી

વધુ વાંચો....

થ્રિપ્સ અને પાન કથીરી

થ્રિપ્સથી થતા નુકસાનમાં જીવાત પાન પર ઘસરકા પાડી તેમાંથી નીકળતો રસ ચૂસે છે. તેથી તે ભાગ સફેદ થઈ પાછળથી ભૂખરો થઈ જાય છે. વધુ ઉપદ્રવ હોય તો પાન કોકડાઈ જાય છે. ઉપદ્રવિત

વધુ વાંચો....

ડાંગરનો પાનનો ઝાળ રોગ/ બેક્ટેરીયલ લીફ બ્લાઇટ

રોગની શરૂઆત થાય ત્યારે 1.5 ગ્રામ સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ અને 60 ગ્રામ કોપર ઓક્ઝિક્લોરાઇડ ૫૦ વેપા 15 લિટર પાણીમાં પાકમાં ભલામણ મુજબ જભેળવી છંટકાવ કરવો. નાઇટ્રોજનયુક્ત ખાતરો ત્રણ કે ચાર હપ્તામાં આપવા.

વધુ વાંચો....

ટામેટાંમાં ખેતીમાં પાછોતરો સુકારો અને વહેલો સુકારા વચ્ચેનો તફાવત ખબર હોય તો પાક સંરક્ષણ સહેલું પડે છે.

ટામેટાંમાં ખેતીમાં પાછોતરો  સુકારો અને વહેલો સુકારો આવે છે આ બને સુકારા વચ્ચે નો તફાવત ખબર હોય તો પાક સંરક્ષણ સહેલું પડે છે ચાલો જાણીયે આ બંને વચ્ચેનો તફાવત .પાછોતરો  સુકારા માં

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks