કપાસમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળ્યો હોય તો છેલ્લી વીણી બાદ ખેતરમાં ઘેટાં-બકરાં ચરાવવા એવી સલાહ આપવામાં આવેછે. કારણ કે ઘેટાં-બકરાં છોડ પર રહેલા ઉપદ્રવિત જીંડવા (કે જેમાં ગુલાબી ઈયળ સુષુપ્તાવસ્થામાં ભરાઈ રહે છે.) ખાઈને તેની વસ્તી ઘટાડો કરે છે. સામાન્ય રીતે સિન્થેટીક પાયરેથ્રોઈડ જૂથના કીટનાશકો (જેવા કે સાયપરમેથ્રીન, ફેનવાલરેટ, ડેલ્ટામેથ્રીન વગેરે)ના એકાદ- બે છંટકાવ કપાસ જેવા લાંબાગાળાના પાકમાં કરવામાં આવે છે. પરંતુ કેટલાક ખેડૂતો જ્યાં સુધી દવાનું ડબલુ ખાલી ન થાય ત્યાં સુધી એક જ દવાનો છંટકાવ કરે છે. જેને લીધે સફેદમાખી, મોલો અને પાનકથીરી જેવી ચૂસિયાં પ્રકારની જીવાતોનો વસ્તી વિસ્ફોટ (Resurgence) જોવા મળે છે. મતલબ કે બકરૂ કાઢતા (ઈયળોનું નિયંત્રણ કરતા) ઉંટ પેઠુ (ચૂસિયાં પ્રકારની જીવાતોનો ઉપદ્રવ વધવો) જેવો ઘાટ થયો કહેવાય. તેથી આવા રસાયણોનો વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરવો હિતાવહ છે.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

ટામેટા : પાનકોરીયું અને પર્ણ-વ-ફળ વેધક

પર્ણ-વ-ફળ વેધકની ઇયળના ઉપદ્રવની શરૂઆત થતા જ નર ફૂદાને સમૂહમાં પકડવા (આકર્ષવા) માટે ૪૦ ટ્રેપ પ્રતિ હેક્ટરે ગોઠવવા. બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા

વધુ વાંચો....

મગફળીમાં ઘૈણ

ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉ૫દ્રવિત વિસ્તારમાં પ્રકાશ પિંજર ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા કીટકોનો નાશ કરવો. ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ ર૫ ઈસી અથવા કલોરપાયરીફોસ ર૦ ઈસી હેકટરે

વધુ વાંચો....

કપાસના પેરા વિલ્ટ/ સુદાન વિલ્ટ/ ન્યૂ વિલ્ટ

જમીનમાં ભેજની અછત ટાળવી અને આવી ૫રિસ્થિતીમાં પિયત આ૫વાથી સૂકારાનું પ્રમાણ ઘટાડી શકાય છે. વરાપે ખેડ કરવાથી અથવા છોડના મૂળ વિસ્તારમાં ગોડ કરી જમીનમાં હવાની અવરજવર કરવાથી ફાયદો થાય છે. છોડ ઉ૫ર

વધુ વાંચો....

ડાંગર : ગાભમારાની ઇયળ અને ડાંગરનાં ચૂસીયાં

ચૂસીયાંનો ઉપદ્રવ ઘટાડવા નાઈટ્રોજનયુકત રાસાયણિક ખાતરો ભલામણ મુજબ ત્રણ હપ્તામાં આપવા જાેઈએ. ચૂસીયાંનો ઉપદ્રવ જાેવા મળે કે તરત જ કયારીમાંથી પાણી નિતારી નાખવુ. પ્રકાશપીંજર અને ગાભમારાના નર ફૂદાને આકર્ષતા ફેરોમોન ટ્રેપ ગોઠવવાથી

વધુ વાંચો....

થ્રિપ્સ અને પાન કથીરી

થ્રિપ્સથી થતા નુકસાનમાં જીવાત પાન પર ઘસરકા પાડી તેમાંથી નીકળતો રસ ચૂસે છે. તેથી તે ભાગ સફેદ થઈ પાછળથી ભૂખરો થઈ જાય છે. વધુ ઉપદ્રવ હોય તો પાન કોકડાઈ જાય છે. ઉપદ્રવિત

વધુ વાંચો....

ટપકાંવાળી લશ્કરી ઇયળ : કૃષિ યુનિવર્સિટીના દ્વારેથી

ટપકા વાળી ઇયળવિશે જણાવતા સર્વશ્રી ડૉ. ડી. બી. સિસોદીયા, ડૉ. પી. કે. બોરડ, કીટકશાસ્ત્ર વિભાગ, બં.અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ – ૩૮૮૧૧૦ મકાઇ : ટપકાંવાળી લશ્કરી ઇયળ

વધુ વાંચો....

જીવાત : મકાઈ અને જુવાર માં લશ્કરી ઇયળ, ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ

પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી આ જીવાતના પુખ્તને આકર્ષી નાશ કરવો. ફૂદાને આકર્ષતા ફેરોમેન ટ્રેપ ૫ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવવા. મકાઈની ભૂંગળીમાં માટી કે રેતી નાખવાથી પણ આ જીવાતને ખાવામાં

વધુ વાંચો....

કપાસ : મોલો-મશી, તડતડીયાં, સફેદમાખી, થ્રિપ્સ

બ્યૂવેરીયા બેસીયાના કે વટિર્સીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ ફ્લોનિકામાઈડ ૫૦ ડબલ્યૂજી 6 ગ્રામ અથવા ડાયફેન્થ્યૂરોન ૫૦ ડબલ્યૂપી 15 ગ્રામ અથવા ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ 6 મિલિ

વધુ વાંચો....

જીવાત : ટામેટાની લીલી ઇયળ

લીલી ઈયળના નર ફૂદાને આકર્ષતા ફેરોમોન ટ્રેપ હેકટરે ૪૦ પ્રમાણે ગોઠવવા અને લ્યૂર દર ૨૧ દિવસે બદલવી. કિવનાલફોસ ૨૫ ઈસી 30 મીલિ અથવા ઈન્ડોકઝાકાર્બ ૧૪.૮% ઈસી 15 મીલિ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫% એસસી

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks