છોડ પોતાના મૂળ આસપાસની જમીનમાં શર્કરા, એમિનો એસિડ અને સેન્દ્રિય એસિડ જેવા વિવિધ સ્ત્રાવો છોડે છે. આ સ્ત્રાવો રાસાયણિક આમંત્રણ તરીકે કાર્ય કરે છે અને ફાયદાકારક બેક્ટેરિયા તથા ફૂગને રાઇઝોસ્ફિયરમાં આકર્ષે છે. આ રીતે છોડ પોતાની જરૂરિયાત મુજબ સૂક્ષ્મજીવોને પોતાની આસપાસ એકત્ર કરે છે.

શા માટે બાયોચાર વાપરવો જાેઈએ ?
બાયોમાસ આધારિત ઊર્જાના મહત્તમ ઉત્પાદન માટે પાકના બાકી રહેલા અવશેષોને જમીનમાંથી દૂર કરવાથી જમીનમાં રહેલા જૈવિક કાર્બનમાં ઘટાડો થાય છે અને તેથી જમીનની ફળદ્રુપતા પર નકારાત્મક અસર થાય છે. આ હેતુસર પાકના

















