aries agro

મોટાભાગના ઝાડવાઓમાં મૃગ, હસ્ત અને આંબે બહાર- આ ત્રણ ગાળા આસપાસ ફૂલોનો આવિર્ભાવ થતો હોય છે. પણ કેટલાંક – લીંબુ, જામફળ અને દાડમ, કે જે સૌરાષ્ટ્રના ઉત્તમ ત્રણ ફળઝાડોનાં એવાં અપલક્ષણ કે વરસમાં આ બધાંની જેમ એક જ વાર ફૂલો ખીલવી ફળો આપવાં એવું એ બંધન એને નહીં ! ત્રણે ઋતુમાં ફૂલો ખીલવ્યા કરે.પણ એનું પરિણામ સારું ન આવે. એને આરામનો સમય પૂરો ન મળે એટલે ન ઝાડ વિક્રમી ઉત્પાદન દેખાડી શકે કે ન ખેડૂતને જોઇતું- સારી ગુણવત્તાવાળું !. ખેડૂતે પોતે આયોજન કરવું પડે કે આ ફળોંનું આપણે ક્યારે ઉત્પાદન લીધું હોય તો ઝાડને અને પોતાને બન્નેને બધી રીતે ફાવશે અને બજારભાવ પણ મળી શકે- આ બધાનો વિચાર કરતા લીંબુ, દાડમ અને જમરૂખ-ત્રણે ફળપાકોમાં કઇ બહાર લેવી આપણે કરવાનું એ જ કે આગલી મોસમના ફળો પૂરા થયે ઝાડને પાણી બંધ કરી દેવાનું.ઝાડ પાણીની ખેંચ અનુભવશે તેમ તેમ બાસ્પીભવન દ્વારા પાણી ઉડાડી રહેલા પાંદડાંને ખેરવતું જશે. નીચેની જમીનમાં ગોડ કરી, ઝાડ આરામ ઉપર ઉતરી જાય એટલે યથાશક્તિ ખાતરો આપી હળવું પિયત આપવાથી ઓછાં પાન અને વધારે ફૂલો પ્રગટશે.જે ફળોના રૂપમાં પરિણમશે.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

દાડમમાં ક્યાં બહારની માવજત આપવી ?

દાડમના જે ફળો ચોમાસામાં વિકસતા હોય તેમાં જીવાતો લાગવાનો ભય વધારે અને ચોમાસુ બેસતાં વિકસતા હોય એનાપર પહેલા પહેલા વરસાદના છાંટા પડવાથી એકલા ડાઘા ડાઘા દેખાય એટલે મૃગ બહાર કે આંબે બહાર

વધુ વાંચો....

મીઠા અને સોડમદાર જામફળ માટે મૃગ બહાર લેવી ?

જામફળમાં ન ફાવે આંબે બહાર કે ન ફાવે હસ્ત બહાર. જામફળને તો બધી રીતે અનુકૂળ છે મૃગબહાર ! જૂન-જુલાઇવાળી ત્રીજી બહારમાં ફૂલો ખિલવવા માટે મે માસની શરૂઆતમાં પાણી દેવું પડે. પણ એકાદ-બે

વધુ વાંચો....

પપૈયામાં છોડનો વિકાસ અટકાવનાર આ રોગનું નિયંત્રણ કેમ કરશો ?

પપૈયાના પાન કરચલીવાળા અને વિકૃત થવા, પાંદડાની કિનારીઓ અંદર અને નીચે તરફ વળી જાય , નસો જાડી થવી.પાંદડા ચામડા જેવા, બરડ અને વિકૃત થઈ જાય . છોડનો વિકાસ અટકી જાય . અસરગ્રસ્ત

વધુ વાંચો....

જીવાત : નાળિયેરીમાં ગેંડા કીટક

આ જીવાતની માદા કીટક છાણીયાં ખાતરના ખાડામાં ઈંડા મૂકતી હોવાથી નાળિયેરીના બગીચામાં અથવા નજીકમાં ખાતરના ખાડા કરવા નહી. આજુબાજુના ખાતરના ખાડામાં ક્લોરપાયરીફોસ ૨૦% ઇસી 30 મીલિ 15 લિટર પાણીમાં ઉમેરી ખાતરના ખાડાને

વધુ વાંચો....

સૌરાષ્ટ્રનાં અર્ધ સૂકા વિસ્તાર માટે કેવાં ફળવૃક્ષો ઉગાડાય ?

સૌરાષ્ટ્રનાં અર્ધ સૂકા વિસ્તાર માટે કેવાં ફળવૃક્ષો ઉગાડાય અર્ધસૂકા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઓછું હોય, એટલે સહેજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ ઓછું હોવાનું અને ગરમીનું પ્રમાણ વધારે જ હોવાનું. પણ પ્રકૃતિની આપણા ઉપર

વધુ વાંચો....

દાડમના ફળ ફાટી જવાના કારણો અને તેનુ નિવારણ

દાડમના ફળો બે કારણથી ફાટી જાય છે. એક તો બોરોન તત્ત્વની ઉણપના કારણે તથા બીજું ભેજની અનિયમિતતાના કારણે. દાડમ ના પાકમાં પિયત નિયમિત રીતે આપવું જોઈએ. જો પિયતના માપ તથા પિયત વચ્ચેના

વધુ વાંચો....

દાડમમાં છાંટણી

દાડમના છોડના મૂળ અને થડમાંથી નીકળતા પીલા વખતોવખત કાઢી નાંખવા, કારણકે આ પીલા ફૂલ બેસવામાં અને તેના વિકાસમાં નડતરરૂપ થાય છે. દર વર્ષે રોગીષ્ટ, સૂકી અને નડતર રૂપ ડાળીઓ કાપી નાંખવી. રોગીષ્ટ

વધુ વાંચો....

રોગ : દાડમમાં જીવાણુંથી થતા પાન અને ફળના ટપકા

રોગની શરૂઆત જણાય કે તરત જ કોપર ઓક્સિકલોરાઈડ ૦.૨% (૬૦ ગ્રામ) ૧૫ લીટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો. કોપર ઓક્ઝીક્લોરાઈડ ૦.૨% (૬૦ ગ્રામ) અને સ્ટ્રેપ્ટોસાયક્લીન ૧.૫ ગ્રામ ૧૫ લીટર પાણીમાં મિશ્ર કરી

વધુ વાંચો....

દાડમ : ફૂગથી થતા પાન અને ફળના ટપકાં

રોગની શરૂઆત જણાય કે તરત જ કાર્બેન્ડાઝીમ (૧૫ ગ્રામ) અથવા ડાયફેનકોનાઝોલ (૧૫ મીલી) અથવા પ્રોપીકોનાઝોલ (૧૫ મીલી) ૧૫ લીટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો. બીજા છંટકાવ વારાફરતી ૧૫ દિવસના અંતરે કરવા.

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks