મલ્ચિંગ

આપેલ પાણીમાંથી કેટલુંક પાણી બાષ્પ થઈ ઊડી જતું હોય છે. તેને રોકવું હોય તો ? જમીન ઉપર ઢાંકણ [મલ્ચિંગ] કરી દઇએ તો આ કામ સરળ બને. આવરણ ઘણી રીતે કરી શકાય. જેમ કે……….

[1] એની એ જમીનનું ઢાંકણ કેશાકર્ષણની નળીઓ તોડી, નીચલી જમીનમાંનો ભેજ હવામાં ઊડવા ન દેવામાં “પાંહ” મદદરૂપ થનારી સાબિત થઈ છે. પાણી પાયા પછી વરાપ થયે હળવો ગોડ આપી પાંહ કરી દેવાથી ઢાંકણનું કામ થઈ શકશે.

[2] ખેત-કચરાનું ઢાંકણ = મુખ્ય પેદાશની સાથે એવી કેટલીય પેદાશો નીકળતી હોય છે જેનો આપણે ‘ઢાંકણ’અને સડી ગયા પછી સેંદ્રીય ખાતર તરીકે ઉપયોગ કરી શકીએ. દા.ત. બાજરાના ઢૂંહા, ઘઉંનું કુંવળ, ડાંગરનું પરાળ, સૂકાં પાંદડાં, જીરૂ-મગનો ચોળો, જૂનું ઘાંસ વગેરે

[3] “રેતી”નું ઢાંકણ માટી વિનાની ચોખ્ખી ઝીણી રેતી ખામણામાં જાડાદળે પાથરી દેવાથી નીચેની જમીનને ઊપરની ગરમ હવાનો સંપર્ક થવા દેતી નથી. નીચેનો ભેજ નીચે ને નીચે સચવાઇ રહે છે.

[4] પ્લાસ્ટિકશીટનું ઢાંકણ પ્લાસ્ટિકની કાળી સિલ્વર ચાદર ખામણામાં પાથરી દેવાથી નીચેથી ઊડતો ભેજ બચે છે.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    નર્સરીમાં આવરણ (મ્લચીંગ)ની ઉપયોગીતા

    • નર્સરીમાં બીજના વધુ સારા અંકુરણ માટે ભેજ, ઓકિસજન અને તાપમાન મહત્ત્વપૂર્ણ પરિબળો છે. સારા/સ્વસ્થ રોપાઓ મેળવવા માટે નીચેના પરિબળો પર ધ્યાન આપવું આવશ્યક છે • બીજ વાવ્યા પછી તરત જ બીજ

    વધુ વાંચો....

    મલ્ચિંગ આપણી ખેતી માટે ઉપકારક ?

    મલ્ચિંગ “મલ્ચીંગ” એટલે આવરણ. આવરણ એટલે હોય એના પર પડ ચડાવી દેવું-કશાકનું કવર કરી દેવું. કહોને એવીરીતે ઢાંકણ કરી વાળવું કે અંદર જે હોય તે બહારના ઝંઝાવાતો સામે સલામતી અનુભવી શકે. મલ્ચિંગથી

    વધુ વાંચો....

    મલ્ચીંગ : પ્લાસ્ટિક મલ્ચ લેઈંગ મશીન લેવા સહાયનું ધોરણ શું છે ?

    • યુનિટ કોસ્ટ રૂ. ૭૦,૦૦૦/એકમ• ખર્ચના ૪૦% કે મહત્તમ રૂ. ૨૮,૦૦૦/ એકમ સહાય• નાનાં/સીમાંત/મહિલા લાભાર્થીને ખર્ચના ૫૦% કે મહત્તમ રૂ. ૩૫,૦૦૦/એકમ• અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની હોય છે. june 2021

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks