
આ પાકનો જીવનકાળ લાંબો હોવાથી હેક્ટરે ૧૦ ટન છાણિયું ખાતર જમીન તૈયાર કરતી વખતે આપવું. આ પાક કઠોળ વર્ગનો પાક હોવાથી નાઈટ્રોજનયુકત ખાતરની ખાસ જરૂરિયાત રહેતી નથી. આમ છતાં રાસાયણિક ખાતરોમાં પ્રતિ હેકટરે ૨૦ : ૪૦ : 0 કિ.ગ્રા. ના/ફો/પોની ભલામણ છે. આ માટે વાવેતર વખતે પ્રતિ હેકટરે ૨૦ કિ.ગ્રા. નાઈટ્રોજન માટે ૯.૫ કિલો યુરિયા તથા ૪૦ કિલો ફોસ્ફરસ માટે ૮૭ કિલો ડીએપી પાયાના ખાતર તરીકે આપવા.
દક્ષિણ ગુજરાતના વધુ વરસાદવાળા ખેત આબોહવાકીય વિસ્તારમાં શિયાળાની ઋતુમાં શાકભાજીની પાપડીની ખેતી કરતા ખેડૂતોએ પાપડીના વધુ ઉત્પાદન અને આવક મેળવવા માટે પાકને ર૦-૪૦-૦૦ ના-ફો-પો. કિ.ગ્રા./હે. પાયાના ખાતર તરીકે અથવા ૫ ટન/હે છાણીયુ ખાતર જમીન તૈયાર કરતી વખતે અને લામ પાકને ર૦-૩૦-૦૦ ના-ફો-પો. કિ.ગ્રા./હે. મુખ્ય પાકની કાપણી બાદ આપવું જોઈએ.

















