
જૂન 1978 વર્ષના કૃષિ વિજ્ઞાન અંકમાં પ્રસદ્ધિ થયેલી વાત વાંચો :ગયા અંકમાં આપણે (1)પીઠ ( બઝાર )પકવનારના હાથ માં હોવીજોઈએ (2) આપણી પ્રારબ્ધવાદીમનોદશાની વાત (3) ખેતી જેવા ઉત્તમ ધંધાને આપણે ખેડુતોએ પણ હલકા ગણવા માંડયાં છે. (4) શ્રમજીવી ખેડુતની સમાજમાં આબરૂ નથી. (5)ખેતીનો ધંધો જ સંપૂર્ણ કુદરત નિષ્ઠા નો ધંધો છે .(6)શહેરોમાં પોતાના પાડોશમાં કોણ રહે છે તેની ખબર ન રાખે તો તેને કોઇ મુશ્કેલી આવતી નથી. આજે સાતમી વાત અલબત્ત આજે ગામડાંમાં પણ શહેરીકરણ થતું આવે છે અને સાચા અર્થમાં ગ્રામજીવન કહીએ તેમાં વિકૃતિઓ પેસવા માંડી છે. છતાં હજુ પણ ખેતી, પશુપાલન અને નાનાં નાનાં ધંધાઓ વડે જ ગામડું જેવું છે તેવું પણ ટકી શક્યું છે.
આવા મહેનતુ કુદરત નિષ્ઠ, નીતિમય ધંધાવાળા અને પારિવારિક ભાવનાવાળાં ગામડાંઓ આજે વેરવિખેર છે ઝગડે છે કોર્ટ કચેરી કરે છે વ્યસનો વહેમ અને અજ્ઞાનતાથી ઘેરાયેલા છે. તેમને સંગઠિત કરવાનું કામ ઘણું કઠન છે.

















