
સિન્જેન્ટાના ચીફ ઇન્ફોર્મેશન એન્ડ ડિજિટલ ઓફિસર ફિરોઝ શેખે જણાવ્યું છે કે, “કૃષિ ક્ષેત્ર અત્યારે એક મોટા વળાંક પર ઉભું છે. આબોહવાનું દબાણ, વૈશ્વિક બજારની અસ્થિરતા અને ટકાઉ ખેતીની પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાની તાત્કાલિક જરૂરિયાતનો અર્થ એ છે કે ટેકનોલોજી હવે માત્ર એક વિકલ્પ અમે થર્ડ-પાર્ટી ડેવલપર્સને ક્રોપવાઇઝ પર આધારિત ઉકેલો બનાવવા માટે સશક્ત કરી રહ્યા છીએ. ખેડૂતો તેમના ડેટા પરનું નિયંત્રણ ગુમાવ્યા વિના તેમની જરૂરિયાતોને શ્રેષ્ઠ રીતે સપોર્ટ કરતી એપ્સ પસંદ કરી શકે છે.”
સિન્જેન્ટા કહે છે કે નાના ખેડૂતો પાછળ ન રહી જવા જોઈએ જ્યાં યુવા ખેડૂતો ટેકનોલોજી અપનાવી રહ્યા છે, તેઓ ડ્રોન અથવા ઇમેજરી સિસ્ટમ્સ જેવા સાધનો દ્વારા આ ટેકનોલોજી અપનાવવા ઉભરી આવ્યા છે. સિન્જેન્ટાની ક્રોપવાઇઝ વાસ્તવિક ખેતીના પડકારોનો સામનો કરે છે. શેખે વધુમાં ઉમેર્યું, “AI કૃષિ ક્ષેત્રે સુલભ, સસ્તું અને વિશ્વાસપાત્ર છે. ક્રોપવાઇઝ ખેડૂતોને કેન્દ્રમાં રાખીને એક નેટવર્ક બનાવવાની આશા રાખીએ છીએ, અને એ ખાતરી કરીએ છીએ કે ડિજિટલ નવીનતાનો લાભ દરેક નાના ખેડૂતને પણ મળે,


















