એક ઘટના ની વાત વાંચો ; વાવણીની શરૂઆતથી જ વરસાદ એમનામ ઓછો-વધુ, ઓછો-વધુ ચાલુ જ રહ્યો. ન થઈ જમીનમાં આંતરખેડના સાંતી ચાલી શકે તેવી યોગ્ય વરાપ, કે ન મળ્યો મોલને સરખી રીતે દવાનો ગાળો ! ખડ એવું ફાલી હાલ્યું કે મોલાતના ચાસ અને પાટલાં બધાં નિંદામણથી ભરોભર ! મોલ નાના અને એ મોટું ! ભલભલા ખેડૂતો મોલાત ચોખ્ખી કરવા બાબતે “મીણ’ ભણી ગયા. એમાં માળુ, સવારના પહોરમાં સુખાને એના અદા-વાલાભાઈથી પુછાઈ ગયું કે “કાં સુખા ! મારા પંડ્યની થોડી કફરના હિસાબે હમણાંથી વાડીએ આંટો અવાયું નથી-તે તને પૂછું છું કે આપણા મોલ ચોખ્ખા થયા કે નહીં ? જરા ધ્યાન આપજે હો બેટા !” અને સુખાનો પારો ગયો ! “નથી કરવો અમારે તમારો આ ખેતો ! અલ્યા નથી જોતા . રાત છે કે દી’, ઊગ્યાથી તે આથમ્યા લગણ જ નહીં- રાતેય પછી રોઝડાં- ભૂંડડાંના રખોલમાં કાઢવાની ! મારું તો જીવતર થઈ ગયું છે સાવ ઢોરાં જેવું આવો તે કાંઈ ધંધો હોતો હશે ? ટંક-બપોરનોય પોરો ખાતાય નેહાળ્યો છે ક્યારેય ? પંડ્ય તૂટી જાય એટલું કામ અને સામે વળતરમાં શું ભાળ્યું અદા ? ધૂળ અને ઢેફાં કે બીજું કાંઈ ? હું તો વાટ જોઈ રહ્યો છું ઓલી શ્યાળબાઈની જેમ, કે ક્યારે સાંઢિયાનો લબડતો હોઠ હેઠો ” પડે અને ક્યારે હું ખાઉં ! ઓણ સારું વરહ થાશે-પોર થાશે, પણ ના અદા ! આ બધાં ઝાંઝવાનાં જળ નિકળ્યા ! આ સંવાદ સાંભળી થાય છે કે ત્યારે કરશું શું ? એક ખેડૂતની વ્યથા ! આવતી કાલે

ખેતરની વાત : બઝારમાં બ્રાન્ડેડ બીજ સસ્તુ આપે છે ? ઈ કેમ થતું હશે ?
આજે બધા ખેડૂતોનો પ્રશ્ન છે કે બઝારમાં એગ્રોવાળા વેપારીઓ બ્રાન્ડેડ બીજ સસ્તુ આપે છે ? ઈ કેમ થતું હશે ? બીજ ખરીદવા જાવ ત્યારે ઘણા