
૨૦૦ લિટરના બંધ ડ્રમમાં ૧૦૦ લિટર પાણીમાં ગાયનું છાણ, ગૌમૂત્ર અને ગોળ મિક્સ કરો. પ્રવાહિ રચનાને ૭ થી ૧૦ દિવસ માટે દિવસમાં બે વાર ઘડિયાળના કાંટાની દિશામાં હલાવવું જાેઈએ. ૧૦ દિવસ પછી સંજીવક ઉપયોગ માટે તૈયાર થઈ જશે. ૧૦ લિટર સોલ્યૂશન બનાવવા માટે ૧ લિટર સંજીવકને ૯ લિટર પાણી સાથે મિશ્ર કરીને તેનો ઉપયોગ કરવો આવશ્યક છે.
સંજીવકનો ઉપયોગ :
૩ વાર આપવું જરૂર છે પ્રથમવાર વાવણી પહેલાં, બીજી વખત વાવણીના ૨૦ દિવસ પછી અને ત્રીજી વખત વાવણીના ૪૫ દિવસ પછી. એક એકરમાં જમીન પર છંટકાવ કરીને અથવા સિંચાઈના પાણી સાથે આપવું.