કૃષિ વિજ્ઞાનના જુના અંક વર્ષ ૧૯૭૭ અને ડિસેમ્બર મહિનામાં ખાતર વિષેની માહિતી આપવામાં આવેલી, વિચાર કરો કૃષિ વિજ્ઞાન વર્ષોથી ખેતી ઉપયોગી માહિતી આપતું રહે છે જે આજે પણ પ્રસ્તુત છે.

યુરિયા એક ખુબ જ પ્રચલિત ખાતર છે. તેની અંદર ફક્ત નાઈટ્રોજન (૪૫ ટકા) રહેલો હોય છે. અને તે એમાઈડના રૂપમાં રહેલો હોય છે. તેનું છોડ લઈ શકે તેવા રૂપમાં રૂપાંતર થતાં ૩ થી ૪ દિવસ લાગે છે. આથી વાવણીના સમયે આપવું જોઇએ. એમોનિયમ સલ્ફેટ કરતાં તે ઓછું એસિડિક છે. અને બધાં જ નાઈટ્રોજનયુક્ત ખાતરોની સરખામણીમાં સસ્તું છે. તે હવામાંનો ભેજ ઝડપથી ચુસી લે છે. આથી યુરિયાના કોથળા ભેજરહિત જગ્યાએ રાખવા.

દ્રાવણ બનાવીને છાંટવા માટે યુરિયા ઉત્તમ ખાતર છે. ભલામણ કર્યા પ્રમાણે ૨ થી ૪ ટકાનું દ્રાવણ બનાવીને છાંટી શકાય. દ્રાવણ બનાવવાની રીત નીચે પ્રમાણે છે. ધારો કે ઘઉંના પાકમાં ૧૦ કીલો નાઈટ્રોજન યુરિયાના ૪ ટકાના દ્રાવણમાં છાંટવાની ભલામણ છે. ૧૦ કીલો નાઇટ્રોજન માટે કેટલું યુરિયા જોઈએ? આશરે ૨૫ કીલો યુરિયા જોઈએ. ૨૫ કીલો યુરિયાનું ૪ ટંકાનું દ્રાવણ બનાવવા માટે આશરે ૬૨૫ લીટર પાણી જોઈએ.

ક્યારીની જમીનમાં હંમેશાં પ્રાણવાયુ (ઘડ્ઢુલયક્ષ)ની ઊણપ હોય છે તેથી યુરિયાનું રૂપાંતર કરનાર યુરિએઝ એન્ઝાઈમની પણ ઊણપ હોય છે. આથી યુરિયાનું એમોનિયમ કાબેનેટમાં રૂપાંતર ઝડપી અને સંપૂર્ણ થઈ શકે નહીં અને પાક તેને ઉપયોગ કરી શકે નહિ. આમ થવાથી અણવપરાયેલો યુરિયા થોડે ઘણે અંશે જમીનમાં પાણી સાથે ઊતરી જાય ને વેડફાઈ જાય. આ પરિસ્થિતિ નિવારવા કેયોરિંગની પદ્ધતિ અપનાવવામાં આવે છે. જેમાં નીમ સાથે ભેળવવાથી યુરિયાનું એમોનિયમ કાબર્ાેનેટમાં રૂપાંતર લગભગ ૪૮ કલાકના ગાળામાં થઈ શકે. નાઈટ્રોજન એમોનિયાના રૂપમાં આવી જવાથી તે જમીનના રજકણો સાથે બંધાઈ જશે અને પછી પાણીથી ભરેલી ક્યારીની જમીનમાં તેને વેરવામાં આવતાં છોડ તેનાથી બનતા દ્રાવણના રૂપમાં તેનો ઉપયોગ કરી શકશે. આમ, યુરિયા વાપર્યું હોવા છતાં ક્યોરિંગની પદ્ધપિથી એમોનિયમ સલ્ફેટ વાપર્યું‘ હેાય તેવા ફાયદા મેળવી શકીએ આમ, યુરિયા સસ્તું અને ઉત્તમ ખાતર હોવા છતાં એનો ઉપયોગ ઘણી કાળજી માંગી લે છે.

નાઇટ્રોજન યુક્ત રાસાયણિક ખાતરો એમોનિયમ સલ્ફેટ અને યુરિયા પાકને જેટલા પ્રમાણમાં આપવાની ભલામણ કરી હોય તેટલાં હંમેશાં બેથી ત્રણ હપ્તે જ આપવાં જોઈએ.આપણે ભુખ્યા હોઈએ ત્યારે કોઈ એક અઠવાડિયાનું ભોજન એક સાથે પીરસે તો આપણે બધું જ સફાચટ કરી જઈ શકીએ ખરા ? વધારાનું અનાજ તો બગડે જ ને? એના જેવી આ વાત છે.

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

જીરુંની ખેતી : જીરુંના પાકની વૈજ્ઞાનિક ખેતી

જીરૂ એ ટુંકા ગાળાનો તથા છીછરા મુળ વાળો પાક હોઇ સામાન્ય રીતે દર વર્ષ છાણિયું ખાતર આપવાની જરૂરિયાત નથી. છતાં વધારે રેતાળ જમીન કે જ્યા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

દિવેલાનો સૂકારો

છાણિયું ખાતર અને લીલા પડવાશનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો.  સૂકારા સામે પ્રતિકારક  બીજની જાત ગુજરાત દિવેલા સંકર 7  જાતનું વાવેતર કરવું.  પહેલાં કાર્બેન્ડાઝીમ ૧ ગ્રામ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ખાતર : દરિયાઇ શેવાળનો અર્ક

આ પ્રકારની લીલની પ્રજાતિઓ મુખ્યત્વે એસ્કોફાયલમ, ફ્યુકસ અને લેમાનારીયા જેનેરામાં જાેવા મળે છે. તેનો ઉપયોગપાઉડર અને પ્રવાહી સ્વરૂપે કરી શકાય છે. દરિયાઈ શેવાળમાં કાર્બોહાઈડ્રેટ (પોલિસેક્કેરાઇડ)

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

નીમ કોટેડ યુરિયાની વાત : કૃષિ વિજ્ઞાન જુના અંકોમાંથી

કૃષિ વિજ્ઞાન માર્ચ 1978 વિશેષાંકમાં પ્રસિદ્ધ થયેલ લેખ આજે પણ પ્રસ્તુત છે. એ વર્ષોમાં કૃષિવિજ્ઞાન ખેડૂતોને નીમકોટિન્ગ યુરિયાની વાતો કરતુ હતું- કૃષિ વિજ્ઞાન હંમેશા ખેડૂતની

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

સૂક્ષ્મ તત્વો આપવાની રીત

ખેતી પાકોના ઉત્પાદન વધારાની સાથે તેની ગુણવત્તા પણ જળવાઈ રહે તે માટે કેટલાક પાકોમાં સૂક્ષ્મ/ગૌણ તત્વોનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે. જે તે સૂક્ષ્મ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

યુરિયા ક્યારે અપાય ?

કેટલાક ખેડૂતોની યુરીયા ખાતર અને પિયતનું પાણી આપવાની રીત ખામી ભરેલી હોય છે. સામાન્ય રીતે પિયતનું પાણી આપ્યા બાદ વરાપ થયો યુરીયા ખાતર જમીનમાં આપી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પૂરતી ખાતર ક્યારે અને કોને આપવા ?

સામાન્ય રીતે લાંબાગાળાના ખેતીપાકો માટે નાઈટ્રોજનયુક્ત રાસાયણિક ખાતર જે તે પાકની વાવણી/રોપણી વખતે (પાયામાં) અને ઊભા પાકમાં (પૂર્તિ ખાતર તરીકે) અમુક સમયના ગાળો આપવામાં આવે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કૃષિ વિજ્ઞાન જુના અંકોમાંથી : એમોનિયમ સલ્ફેટ ખાતર વિશે જાણવા જેવું

કૃષિ વિજ્ઞાનના જુના અંક વર્ષ ૧૯૭૭ અને ડિસેમ્બર મહિનામાં ખાતર વિષેની માહિતી આપવામાં આવેલી, વિચાર કરો કૃષિ વિજ્ઞાન વર્ષોથી ખેતી ઉપયોગી માહિતી આપતું રહે છે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
મરચીના ખેડૂતો ખાસ ધ્યાન આપો.
મરચીના છોડને આઘાત થી બચાવવા અને છોડની પ્રતિકારક શક્તિ વધારવા માટે અમારો સંપર્ક કરો.
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
Enable Notifications OK No thanks