
આંબામાં મોટાં વૃક્ષો અને નાળિયેરીની ખેતીમાં મેઢ કીટકથી મોટા પ્રમાણમાં નુકશાન થાય છે. તે ઝાડના થડમાં પ્રવેશી મઘ્યમાં જઈ કોરી ખાય છે. જેનાથી ઝાડ કાયમ માટે સુકાઈ જાય છે. આ સમસ્યા ખુબ જ ગંભીર છે. આવી સમસ્યા ઉદ્ભવે ત્યારે વલસાડના મનોજભાઈ નાયક મધ અને ઘીનો ઉપયોગ કરે છે. ખેડૂતના અનુભવ મુજબ, આંબાના ઝાડમાં મેઢ લાગે ત્યારે થડની નજીકમાં લાકડાનો વહેર દેખાય છે. આવો વહેર ખેદાય કે તરત જ ઘી અને મધનો મિશ્ર કરી રૂના પુમડામાં પલાળી ત્યાર બાદ આ રૂના પૂમડાને સળિયાની મદદથી મેઢે પાડેલા કાણામાં ધકેલી દેવામાં આવે છે. ઘી અને મધની સુવાસથી લાલ કીડીઓ તથા મકોડા કાણામાં અંદર સુધી થઈ મેઢનું ભક્ષણ કરે છે. આ પદ્ધતિ તરત જ અજમાવવાથી આંબાનું ઝાડ બચી જાય છે.


























