

કલમો વિકાસ ઠીંગણો રાખવામાં રૂટ સ્ટોક (રોપ)નો ફાળો ખૂબ જ મહત્ત્વનો છે. જો રૂટ સ્ટોકનો વિકાસ
ઠીંગણો હશે અને એવા રોપ પર બાંધવામાં આવેલ કલમનો વિકાસ વધુ હશે તો પણ એ કલમ ઘનિષ્ટ વાવેતરમાં ધીમો વિકાસ કરશે. કોઈ રૂટ સ્ટોક (રોપ) ક્ષાર સામે પ્રતિકાર શક્તિ ધરાવતો હોય અને તેના પર આપણી પસંદગીની કલમો બાંધવામાં આવે તો એ કલમ ક્ષાર સામે પ્રતિકારકશક્તિ ધરાવે છે માટે રૂટ સ્ટોક (રોપ) તરીકે વેલાઈકોલમ્બન, ૧૩-૧, નિકારે, તોતાપૂરી રેડ સ્મોલ, રૂમાની, ઓલૂર, મુવન્દન જેવી જાતોની પસંદગી કરવી























