
પુષ્પવિન્યાસની વિકૃતિ :આ વિકૃતિમાં ફૂલો જાડા, ફૂલેલા અને વધારે પ્રમાણમાં ડાળીવાળા પૂષ્પ વિન્યાસ નીકળે છે પરાગરજનું પ્રમાણ ઘણું ઓછુ હોય છે, કેરી વટાણાનાં દાણા કરતાં મોટા થતા નથી, દુરથી જોતાં ફ્લાવરનાં દડા જેવા ગુચ્છા જોવા મળે છે. ૧. આ રોગનો ફેલાવો પાનકથીરી દ્વારા થાય છે. ર. રોગીષ્ટ આંબાની ડાળીઓનો કલમો બાંધવામાં ઉપયોગ કરવાથી વધે છે. નિયંત્રણ :રોગીષ્ઠ ડાળીઓની છંટણી કરી બાળીને નાશ કરવો. રોગમુકત આંબાની પ્રમાણિત કલમો વાવેતરમાં ઉપયોગ કરવો. ફૂલમાં વિકૃતિ દેખાય તો પૂષ્પ વિન્યાસનો નાશ કરવો. મુળકાંડ વિકૃતિ જણાય તો કલમ બાંધવાના ઉપયોગમાં લેવો નહી. ઓકટોબર માસના પહેલા અઠવાડિયામાં નેપ્થેલીન એસેટીક એસિડ ર૦૦ પી.પી. એમ. (ર ગ્રામ ૧૦ લિ. પાણીમાં ઓગાળી) છંટકાવ કરવો. આંબાવાડીયામાં સતત દેખરેખ રાખી રોગની શરૂઆત જણાય યોગ્ય પગલા લેવા જોઈએ. પાન કથીરી જીવાતને કાબુમાં લેવી. ઈથીઓન ૧૦ મિ. લિ.અથવા પ્રોપરગાઈટ ૧૦ મિ. લિ. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.




























