
આંબાના ઝાડમાં સૂર્યપ્રકાશનો પૂરેપૂરો ઉપયોગ કરવા, રોગ-જીવાત માટેનું અનુકૂળ વાતાવરણ દૂર કરવા, ઉત્પાદન વધારવાની સાથે સારી ગુણવત્તાવાળા ફળો મેળવવા માટે ઝાડની કેળવણી ખૂબ જ મહત્ત્વની છે. ઓવર ક્રાઉડીંગ (ટોચ પર અને અંદરના ભાગે ડાળી એકબીજાને ભેગી થઈ જવી) એ ઘનિષ્ટ વાવેતર પદ્ધતિનો મુખ્ય પ્રશ્ન છે. જેને નિવારવા માટે છંટણી એ એક વિકલ્પ છે. જેનાથી પ્રકાશસંશ્લેષણ અને ફળ/ ફૂલમાં વધારો કરી શકાય. છંટણી કરવાથી અંદરના હોર્મોન્સનું ફરીથી વહેંચણી થવાથી આંબાની ડાળીમાં ટોટલ ફીનોલ કન્ટેન્ટનું પ્રમાણમાં વધારો થશે.