

દાડમના છોડના મૂળ અને થડમાંથી નીકળતા પીલા વખતોવખત કાઢી નાંખવા, કારણકે આ પીલા ફૂલ બેસવામાં અને તેના વિકાસમાં નડતરરૂપ થાય છે. દર વર્ષે રોગીષ્ટ, સૂકી અને નડતર રૂપ ડાળીઓ કાપી નાંખવી. રોગીષ્ટ ડાળીઓ હંમેશા રોગીષ્ટ ભાગથી, ૫ સેન્ટીમીટર નીચેથી કાપવી. થડ ઉપર ૩૦ થી ૬૦ સેન્ટીમીટર ઊંચાઈ સુધી ગેરુ લગાવવો જોઈએ, છોડની ડાળીઓ કાપવા હંમેશાં સિકેટરનો ઉપયોગ કરવો.

















