
નમસ્કાર ખેડૂતમિત્રો, આજના સમયમાં જ્યારે ખેડૂતો નફાકારક અને ઓછા ખર્ચાળ પાકની શોધમાં છે, ત્યારે કાળું જીરુ (કલોંજી) એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. કલોંજી ઔષધીય ગુણોથી ભરપૂર છે અને તેનો ઉપયોગ ઔષધિઓ, તેલ અને મસાલા ઉદ્યોગમાં મોટા પાયે થાય છે. ખેતી માટે સરળ અને ઓછા પાણીમાં થતો આ પાક ખેડૂતોને સારી આવક આપે છે.
ઘણા ખેડૂતોએ ત્રણેક વર્ષ પછી ફરી આ વર્ષે કલોંજી વાવેતર અંગે સવાલો કર્યા છે. ગોંડલ યાર્ડમાં હાલ કલોંજીમાં પ્રતિ ૨૦ કિલોનો રૂપિયા ૩૦૦૦ થી રૂપિયા ૪૦૦૦ સુધીનો ભાવ છે, તેથી ઘણા પ્રગતિશીલ ખેડૂતોની નજર કલોંજી ઉપર પડી છે.
ખેડૂતમિત્રો, ચાલો જાણીએ નિધી – કલોંજી ની વિશેષતા
• સરળ અને વધારે નફો આપતો પાક
• બહુમૂલ્ય આયુર્વેદિક ઉપયોગી પાક
• મર્યાદિત પાણી અને બધી જ પ્રકારની જમીન માટે અનુકૂળ
• સુકારા સામે વધુ સહનશીલ જાત
• વધુ બજારભાવ
કલોંજીની વાવેતર પદ્ધતિ
વાવેતર સમય : ૨૦ ઓકટોબર થી ૨૦ નવેમ્બર
બિયારણ દર : પ્રતિ એક એકરે ૩.૫ થી ૪ કિલો કલોંજી બીજ અને પ્રતિ એક વીઘા એ ૧.૩ થી ૧.૭ કિલો
વાવેતર અંતર : બે હાર વચ્ચે ૧૨ ઈંચનું અને બે છોડ વચ્ચે ૪ ઈંચનું અંતર રાખવું.
પાયાનું ખાતર : ૪૦ થી ૫૦ કિલો NPK + ૮ થી ૧૦ કિલો ફાડા સલ્ફર પ્રતિ એકર
બીજને ૧.૫ સે.મી. ઊંડાઈએ, એટલે કે બહુ ઊંડુ નાખવું નહીં. ખાસ ક્યારાની લંબાઈ ૬૦ ફૂટથી વધુ ન રાખવી.
પિયત વ્યવસ્થાપન : ક્યારામાં પાણી ભરાઈ રહે અથવા પિયત પાણી વધી જવાથી સુકારો આવી શકે છે. પહેલું પિયત ધીમું આપવું, જેથી બીજ ઢસડાઈને ક્યારાની પછાટે ભેગું ન થાય. બીજું પિયત 6 દિવસ બાદ, ત્રીજું પિયત 20 દિવસ બાદ અને પછીના પિયત 12 દિવસે આપવા.
પાકવાના દિવસો : ૧૨૫ થી ૧૩૫ દિવસ
અંદાજિત ઉત્પાદન : ૬૫૦ થી ૮૦૦ કિલો/એકર
ઓછા ખર્ચે, ઓછા પાણીમાં અને વધુ નફામાં થતો આ ઔષધીય પાક ખેડૂતો માટે સુવર્ણ તક સમાન છે. તો મિત્રો એક વાર તમે પણ વાવીને જુઓ નિધી – કલોંજી બીજ.

























