
- જીરુનો સુકારો રોગ જમીનજન્ય ફૂગથી થાય છે. આ રોગ લાગવાથી તંદુરસ્ત છોડના પાન અને ડાળીઓ એકાએક નમી પડે છે. સામાન્ય રીતે ૨૫-૩૦ દિવસનો છોડ થાય ત્યારે આ રોગ દેખાય છે. રોગનો ચેપ લાગેલ છોડ ત્યારબાદ સૂકાઈ જાય છે. રોગિષ્ઠ છોડમાં દાણા બેસતા નથી. થોડા દાણા બેસેલ હોય તેનો વિકાસ થતો નથી. તેથી દાણા ચીમળાયેલા વજનમાં હલકા, ઉતરતી ગુણવત્તાવાળા હોય છે.
- સુકારા રોગ પ્રતિકારક જાત ગુ. જીરૂ-૪ અને ૫નું વાવેતર
- ગુવાર કે જુવારના પાકની ફેરબદલી
- ઉનાળામાં ૨-૩ વખત ઊંડી ખેડ કરી જમીન તપાવવી
- બીજને કાર્બેન્ડેઝીમ ફૂગનાશક દવાનો એક કિલો બિયારણ દીઠ ૩ ગ્રામ પ્રમાણે પટ
- છાણિયું ખાતર ૧૦ ટન/હે. અથવા દિવેલીખોળ/ રાયડાખોળ/પોલ્ટ્રી ખાતર ૨.૫ ટન/હે ટ્રાઈકોડર્મા હાર્જિનિયમ ૧૦ કિ.ગ્રા./હે. અને છાણિયું ખાતર ૩ ટન/હે. પ્રમાણે વાવણી સમયે. વાવણી પહેલાં ટ્રાઈકોડમાં હાર્જિનિયમને છાણીયા ખાતર સાથે મિશ્ર કરી ૧૫ દિવસ સુધી સમૃદ્ધ કરવું.
























