

જીરુંની ચૂસિયા પ્રકારની જીવાતોનું નિયંત્રણ કેમ કરી શકાય ?
- વાવણી સમયસર કરવી. મોડી કરવાથી જીવાતનો ઉપદ્રવ વધે છે.
- ખેતરની ચોખ્ખાઈ રાખવી.
- પીળા ચીકણા પીંજરનો ઉપયોગ કરવો.
- નીમારીન ૧૦%, કરંજ ૧૦%, બકેન ૧૦% નો છંટકાવ કરવો જોઈએ.
- મોલાના દુશ્મન કીટો કુદરતી રીતે મોલાને નિયંત્રણમાં રાખતા હોય છે. આથી જયારે આ ઉપયોગી પરભક્ષીઓની વસ્તી વધારે હોય ત્યારે ઝેરી દવાઓના છંટકાવ ટાળવો જોઈએ અને વનસ્પતિજન્ય દવાઓ જેવી કે નીમ ઓઈલ ૫% અથવા લીમડાના મીંજના દ્રાવણ ૫%નો છંટકાવ કરવો જોઈએ.
- પરભક્ષી કથીરી, ક્રાયસોપા, લેડીબર્ડ બીટલ અને સીરફીડ માખીએ રાતી કથીરીનું કુદરતી રીતે નિયંત્રણ કરતા હોય છે.
- મોલોના નિયંત્રણ માટે ડાયમિથોએટ ૦.૦૩% અથવા ઈમીડાક્લોપ્રીડ ૦.૦૦૬% અથવા કાર્બોસલ્ફાન ૦.૦૫% દવાનો અસરકારક પુરવાર થયેલ છે. જીરૂમાં થ્રીપ્સના નિયંત્રણ માટે થાયામેથોકઝામ 90 ડબલ્યુએસ દવા ૪.૨ ગ્રામ/ કિ.ગ્રા. બીજ અથવા ઈમીડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યુએસ ૧૦ ગ્રામ/ કિ.ગ્રા. બીજને પટ આપી વાવણી કરવી અને મિથાઈલ- ઓ-ડીમેટોન ૦.૦૫% અથવા ટ્રાયોફોસ ૦.૦૫% અથવા એસીફેટ ૦.૦૭૫% પૈકી કોઈપણ એક દવાના ૧૫ દિવસનાં અંતરે બે છંટકાવ કરવા.
- લાલ કથીરીના નિયંત્રણ માટે ડાયકોફોલ (૧૫મિ. લિ./૧૦ લી) નો છંટકાવ કરવો.
- કાપણીથી ૧૦ થી ૧૫ દિવસ પહેલાં વધુ સમય માટે અસર ધરાવતી જંતુનાશક દવાઓ ન છાંટવી.


























