
કાપણી કરેલ દરેક છોડને એકત્ર કરી સ્વરછ તથા કઠણ ખળામાં લાવી બે થી ત્રણ દિવસ માટે સુકવણી કરવી. સુકવણી કરતી વખતે જીરુમાં ધૂળ કે અન્ય કચરો ના પડે તેની તકેદારી રાખવી.
જીરૂના પાકની સુકવણી કાર્ય પછી થ્રેસરથી દાણા છુટા પાડવા. થ્રેસીંગ કરતી વખતે પશુઓને ફેરવીને કરવાની પદ્ધતિનો ઉપયોગ કરવો નહીં. થ્રેશીંગ થઈ ગયા બાદ જીરૂમાં રહી ગયેલા કચરાને કાઢવા કરવા માટે તેને ઉપણવું અને જરૂરિયાત મુજબ ચારણી (ઝાળી)માં નાખીને કચરો દુર કરી શકાય છે.
બીજમાં ૧૦ ટકાની આજુબાજુ ભેજ હોય ત્યારે સંગ્રહ કરવો. સંગ્રહ તાપમાન અને ભેજનું નિયંત્રણ થઇ શકે તેવી જગ્યા પર કરવો જોઈએ. બીજનો સંગ્રહ અને પેકિંગ અલગ અલગ જગ્યાએ કરવું. સંગ્રહ માટે ચેપ મુક્ત સાફ કંતાન બેગનો જ ઉપયોગ કરવો.


























