
બીજને થાયરમ ફૂગનાશક દવાનો એક કિલો બિયારણ દીઠ ૩ ગ્રામ પ્રમાણે પટ આપવો.
પાકની વાવણી ૫ થી ૧૫ નવેમ્બર વચ્ચે ઠંડીની શરૂઆતે (૩૦° સે.).
પૂંખીને વાવેતર કરવાને બદલે ૩૦ સે.મી.ના ગાળે ચાસમાં વાવણી.
વાદળવાળા અને ધુમ્મસવાળા વાતાવરણમાં પિયત
ખાતરથી છોડનો વાનસ્પતિક વૃધ્ધિ વધારે થતાં રોગ ઝડપથી ફેલાય.
શરૂઆતમાં જોવા મળતાં રોગિષ્ટ છોડનો નાશ કરો.
રોગ આવવાની રાહ જોયા સિવાય પાક ૪૦ દિવસનો થાય ત્યારે મેન્કોઝેબ ૦.૨૫ ટકા (૩૫ ગ્રામ/૧૦ લિટર) ૧૦ દિવસના અંતરે ચાર છંટકાવ કરવા. દવાનું દ્રાવણ ધુમાડા સ્વરૂપે બધા જ છોડ સારી રીતે ભીંજાય તે રીતે છંટકાવ થવો જોઈએ અથવા
વાવણી પછી ૪૦ દિવસે ક્રિસોક્ષીમ મિથાઈલ (૧૦ મિ.લિ./૧૦ લિટર), ૫૦ દિવસે મેન્કોઝેબ (૩૫ ગ્રામ/૧૦ લિટર) અને ૬૦ દિવસે ડાયફેનાકોનાઝોલ (૫ મિ.લિ./૧૦ લિટર) નો છંટકાવ અથવા
રોગની શરૂઆત થયે ક્રીસોક્ષીમ મિથાઈલ ફૂગનાશક દવા (૧૦ મિ.લિ./૧૦ લિટર) ના ૧૦-૧૦ દિવસના અંતરે ત્રણ છંટકાવ.
દવાનું દ્રાવણ ધુમાડા સ્વરૂપે બધા જ છોડ સારી રીતે ભીંજાય તે રીતે દવાનો છંટકાવ.


























