કૃષિ વિજ્ઞાનના જુના અંક વર્ષ ૧૯૭૭ અને ડિસેમ્બર મહિનામાં ખાતર વિષેની માહિતી આપવામાં આવેલી, વિચાર કરો કૃષિ વિજ્ઞાન વર્ષોથી ખેતી ઉપયોગી માહિતી આપતું રહે છે જે આજે પણ પ્રસ્તુત છે.. એમોનિયમ સેલ્ફેટમાં ૨૦ ટકા નાઇટ્રોજન રહેલો હોય તો બાકીનાં ક્યાં તત્વો કેટલા પ્રમાણમાં રહેલાં હશે? એમોનિયમ સલ્ફેટમાં નાઈટ્રોજન ઉપરાંત ૨૪ ટકા જેટલો ગંધક પણ રહેલો છે. ગંધક એક અગત્યનું વનસ્પતિ પોષક તત્ત્વ છે એ તો જાણે છો ને? આથી પાકને જ્યારે જ્યારે આપણે એમોનિયમ સલ્ફેટ આપીએ છીએ ત્યારે નાઇટ્રોજનની સાથે સાથે અજાણતાં ગંધક પણ આપીએ છીએ.

બીજી એક વાત. એમોનિયમ સલ્ફેટની અંદર નાઈટ્રોજન એમોનીકલ રૂપમાં રહેલો હોય છે. આથી તે જમીનનાં રજકણો સાથે ચોટી જાય છે ને જમીનમાં ઊતરી જવાને ભય રહેતો નથી. ડાંગર સિવાયના બધા જ પાકો નાઇટ્રેટ રૂપમાં નાઈટ્રોજન ગ્રહણ કરે છે. જ્યારે ડાંગર એમોનિકલ રૂપમાં નાઇટ્રોજન ગ્રહણ કરતો હોવાથી ડાંગર માટે એમોનિયમ સલ્ફેટ એક આદર્શ રાસાયણિક ખાતર કહી શકાય. એમોનિયમ સલ્ફેટ જમીનમાં આપીએ એટલે તે જમીનના રજકણો સાથે ઝકડાઈ જાય તે નાઈટ્રીફાઈગ બેકટેરિયા દ્વારા ધીરે ધીરે નાઈટ્રેટ રૂપમાં આવે. આથી રોપણી સમયે એમોનિયમ સલ્ફેટ આપવું ઉત્તમ છે. એક મહિનાની અંદર એમોનિયમ સલ્ફેટમાંનો લગભગ બધો જ નાઈટ્રોજન નાઈટ્રેટ રૂપમાં એટલે કે છોડ લઈ શકે એવાં રૂપમાં આવી જાય છે. આથી પૂતિખાતર તરીકે પણ તે આપી શકાય.

આપણને ઘણીવાર એવો અનુભવ થાય છે કે એમોનિયમ સલ્ફેટ નાખ્યા પછી જમીન કડક બની જાય. આથી આપણે એમ માનીએ છીએ કે, આ ખાતર જમીનનું પિત બગાડે છે અથવા ગરમ પડે છે. પણ આ માન્યતા સાચી નથી. આપણે જરા આ હકીકતમાં વૈજ્ઞાનિક રીતે ઊંડા ઊતરીએ. એમાનિયમ સલ્ફેટમાં બે ભાગ છે. એક એમોનિયમ અને બીજો, સલ્ફેટ. જ્યારે આપણે એને જમીનમાં નાખીએ છીએ ત્યારે એમોનિયમ ભાગનું નાઈટ્રેટમાં રૂપાંતર થઈ છોડને મળે છે. જ્યારે સલ્ફેટના થોડા ભાગનો છોડ ઉપયોગ કરે છે. અને બાકીને જમીનમાંના ચુના સાથે ભળી જઈ કેલ્શ્યમ સલ્ફેટ બને છે જ્યારે વધારે વરસાદ પડે છે ત્યારે આ કેલ્શ્યમ સલ્ફેટ જમીનમાં ઊંડે ઊતરી જાય છે ને ચુનાના અભાવને લીધે જમીન કડક અને ખાટી (acidic) બને છે. વરસાદ ન હોય ત્યારે જમીનમાં ઊતરી ગયેલું આ દ્રાવણ ફરી કેશાકર્ષણ દ્વારા જમીનની સપાટી ઉપર આવે છે. ને ચુનાની ખોટ પુરાઈ જાય છે. જ્યાં ખુબ વરસાદ પડતો હોય અને જમીન ખાટી હોય ત્યાં એમોનિયમ સલ્ફેટથી જમીન બગડવાનો સંભવ ખરો પણ આપણી મોટા ભાગની જમીન ખાટી નથી, ખારી (alkaline) છે. વરસાદ પણ વધુ પ્રમાણમાં પડતો નથી ત્યાં એમોનિયમ સલ્ફેટથી જમીન બગડવાનો સંભવ નથી.

ટૂંકમાં, એમોનિયમ સલ્ફેટ ઉત્તમ ખાતર છે, જમીનના રજકણે સાથે તે માટી જતું હોવાથી વેડફાઈ જવાની સંભાવના નહિવત છે. એનાથી જમીન બગડતી નથી. રોપણી વખતે અને પૂર્તિ ખાતર તરીકે એમ બન્ને રીતે તે આપી શકાય છે. સારી રીતે સંગ્રહી શકાય છે. અને પાકને નાઈટ્રોજનની સાથે સાથે ગંધક પણ મળે છે. (051224)

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

એમોનિયમ સલ્ફેટ ખાતર વાપરવાની કાળજી

• અંકુરિત બીજની નજીક એમોનિયમ સલ્ફેટ ખાતર આપવામાં આવે તો તેની વધુ પડતી સાંદ્રતાની અસર બીજના વિકાસમાં અવરોધ થઈ શકે છે. • જમીનમાં વધુ પડતું ખાતર નાખવાથી જમીન અમ્લ બને છે. વધુ

વધુ વાંચો....

આંતરરાષ્ટ્રીય કૃષિ મેળો એગ્રી એશિયા ૨૦૨૬ – ગાંધીનગર

ગાંધીનગર ખાતે ૧૧-૧૨-૧૩ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમ્યાન હેલિપેડ ગ્રાઉન્ડ ગાંધીનગરમાં એગ્રી એશિયા ૨૦૨૬ કૃષિ મેળો યોજાશે. આ મેળામાં વિદેશની અને ભારતની વિધ વિધ કંપનીઓ ભાગ લેશે, આ મેળામાં નર્સરી ગ્રાફ્ટેડ રોપ જોવા મળશે

વધુ વાંચો....

સલ્ફર તત્ત્વની ઉણપના છોડ ઉપર જોવા મળતા ચિહ્નો ક્યાં ?

૧. છોડના કુમળાપાન પીળા પડે છે. છેલ્લે છોડના પાન પીળાશ પડતા લીલા રંગના અને તેમાં જુદા જુદા કલરના ડાધા દેખાય છે. ૨. પાનની શીરાઓ પીળા કલરની દેખાય છે. છોડ પીળો પડી જાય

વધુ વાંચો....

સૂક્ષ્મ તત્વો આપવાની રીત

ખેતી પાકોના ઉત્પાદન વધારાની સાથે તેની ગુણવત્તા પણ જળવાઈ રહે તે માટે કેટલાક પાકોમાં સૂક્ષ્મ/ગૌણ તત્વોનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે. જે તે સૂક્ષ્મ તત્વની ઊણપ નિવારવા તેને જમીનમાં આપવા અથવા

વધુ વાંચો....

યુરિયા ક્યારે અપાય ?

કેટલાક ખેડૂતોની યુરીયા ખાતર અને પિયતનું પાણી આપવાની રીત ખામી ભરેલી હોય છે. સામાન્ય રીતે પિયતનું પાણી આપ્યા બાદ વરાપ થયો યુરીયા ખાતર જમીનમાં આપી તેને માટીમાં ભેળવવાની સલાહ આપવામાં આવે છે.

વધુ વાંચો....

નીમ કોટેડ યુરિયાની વાત : કૃષિ વિજ્ઞાન જુના અંકોમાંથી

કૃષિ વિજ્ઞાન માર્ચ 1978 વિશેષાંકમાં પ્રસિદ્ધ થયેલ લેખ આજે પણ પ્રસ્તુત છે. એ વર્ષોમાં કૃષિવિજ્ઞાન ખેડૂતોને નીમકોટિન્ગ યુરિયાની વાતો કરતુ હતું- કૃષિ વિજ્ઞાન હંમેશા ખેડૂતની સાથે…. નાઇટ્રોજનને કરકસરયુકત વપરાશઃ પાક ઉત્પાદનમાં પૂરતા

વધુ વાંચો....

પૂરતી ખાતર ક્યારે અને કોને આપવા ?

સામાન્ય રીતે લાંબાગાળાના ખેતીપાકો માટે નાઈટ્રોજનયુક્ત રાસાયણિક ખાતર જે તે પાકની વાવણી/રોપણી વખતે (પાયામાં) અને ઊભા પાકમાં (પૂર્તિ ખાતર તરીકે) અમુક સમયના ગાળો આપવામાં આવે છે. મગફળી અને મગ, મઠ તથા અડદ

વધુ વાંચો....

કૃષિ વિજ્ઞાન જુના અંકોમાંથી : યુરિયા ખાતર વિષે જાણવા જેવું

કૃષિ વિજ્ઞાનના જુના અંક વર્ષ ૧૯૭૭ અને ડિસેમ્બર મહિનામાં ખાતર વિષેની માહિતી આપવામાં આવેલી, વિચાર કરો કૃષિ વિજ્ઞાન વર્ષોથી ખેતી ઉપયોગી માહિતી આપતું રહે છે જે આજે પણ પ્રસ્તુત છે. યુરિયા એક

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks