મગફળીના ઉગસુક રોગ વિશે જણાવતા સર્વશ્રી ડૉ. વી. આર. ગોહેલ ૪૭ ડૉ. આર. જી. પરમાર. વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આ.કૃ.યુ., આણંદ -૩૮૮ ૧૧૦ મગફળી : ઉગસૂકનો રોગ અને કોલર રોટ ઉચ્ચ ગુણવત્તાવાળુ બિયારણ વાપરવુ જોઈએ. આ રોગ ફૂગથી થતો હોય એટલે નુકસાન વિનાના બીજ વાવેતરના ઉપયોગમાં લેવાતેમજ મગફળીના બીજ ફોલીને ભેજવાળી જગ્યામાં રાખવા નહી. બીજને વાવતાં પહેલાં એક કિ.ગ્રા. બીજ દીઠ ૩ થી ૪ ગ્રામ કેપ્ટાન | થાયરમ /મેન્કોઝેબ અથવા ટેબ્યૂકોનાઝોલ ૧.૨૫ ગ્રામ ફૂગનાશકનો પટ આપીને વાવેતર કરવું. એરંડીનો ખોળ અથવા લીમડાનો ખોળ વાવેતર સમયે ચાસમાં ૫૦૦ કિ.ગ્રા. / પ્રતિ હેકટરના પ્રમાણમાં આપવો

મગફળી જેવા તેલીબિયા પાકોમાં પોષક તત્વોથી વધુ ઉપજ
ઘણી વખત જમીનમાં લોહતત્ત્વની ઉણપને લીધે મગફ્ળીના પાકમાં પીળાશ દેખાય ત્યારે ૧૦ લિટર પાણીમાં ૧૦૦ ગ્રામ ફેરસ સલ્ફેટ (હીરાકસી) અને ૧૦ ગ્રામ સાયટ્રીક એસિડ (લીંબુના ફૂલ) ઓગાળી તેનો છંટકાવ કરવાની સલાહ….






















