aries agro

આ રોગ ધરૂવાડીયામાં આવે જ નહી તે માટે સેન્દ્રિય ખાતરો જેવા કે છાંણિયુ ખાતર, દિવેલીનો ખોળ વગેરે જમીનમાં અવશ્ય નાંખવા જેથી જમીનની ભેજ સંગ્રાહક શકિત વધે. * ધરૂવાડીયામાં પાણીનું સમતોલ ભરણ રહે તેવી વ્યવસ્થા કરવી. આખા ધરૂવાડીયામાં એક સરખો ભેજ જળવાઈ રહે તે માટે યોગ્ય પિયત અને નિતાર વ્યવસ્થા ગોઠવવી. રોગ જણાય ત્યારે ધરૂવાડીયામાં ઉપરા ઉપરી બે ત્રણ વખત પાણી ભરીને ખાલી કરવાથી ક્ષારો ધોવાઈ જાય છે.
પાણી ભરવાની પુરતી સગવડ ન હોય તો ૧૫ લિટર પાણીમાં ૬૦ ગ્રામ ફેરસ સલ્ફેટ (હીરાકણી) + ૩૦ ગ્રામ ચૂનાનું મિશ્ર દ્રાવણ બનાવી ધરૂવાડીયામાં પાન ઉપર છંટકાવ કરવો ત્યારબાદ જરૂર જણાય તો એક વખત ગૂંઠા દીઠ ૫૦૦ ગ્રામ નાઈટ્રોજનનો વધારાનો હપ્તો એમોનીયમ સલ્ફેટ ખાતરના રૂપમાં આપવો. ડાંગર (ધરૂ) : પાનનો કરમોડી (લીક બ્લાસ્ટ) ધરુ નાખતાં પહેલાં બીજને ૧ કિ.ગ્રા. દીઠ ૨ ગ્રામ કાર્બેન્ડાઝીમ પ્રમાણે પટ આપવો.

રોગ પ્રતિકારક શકિત ધરાવતી જાતો જેવી કે જી.એ.આર.-૧, જી.એ.આર.-૨, જી.એ. आर.-3, જી.એ.આર.-૧૩, મહિસાગર, આઈ. આર.-૨૮, જી.આર.-૭, નવાગામ-૧૯, જી.આર.-૧૦૧, જી.આર.-૧૦૨, જી.આર.-૧૦૪, જી.આર.-૧૨, નર્મદા, જી.આર.-૬, જી.એન. આર.-૩, આઈ.આર.-૩૬ અને મધ્યમ રોગ પ્રતિકારક શકિત ધરાવતી જાતજી.એ.આર.-૧૪, જી.એન.આર.-૭,જી.આર.-૧૫ અને જી.આર. એચ.-ર જેવી જાતોનું વાવેતર કરવું. પાકમાં ભલામણ કરતાં વધારે નાઈટ્રોજન યુકત ખાતરો વાપરવા નહી. ખેતરની આજુબાજુના શેઢાપાળા પરનું ઘાસ કાઢીને ચોખ્ખા રાખવા.

* સ્યૂડોમોનાસ ફલુરોસંસ ૬ મિ.લી પ્રતિ ૧ લિટરના બે છંટકાવ કરવો. પહેલો છંટકાવ રોગની શરૂઆત થાય ત્યારે અને બીજો છંટકાવ કંટી નિકળવાના સમયે કરવો. આ રોગ પાકમાં દેખાય કે તરત જ ૦.૦૪૫% ટ્રાયસાયકલાઝોલ-૭૫ વે.પા.(૧૫ લિટર પાણીમાં ૮ ગ્રામ) અથવા ૦.૦૫% કાર્બેન્ડાઝીમ-૫૦% વે.પા.(૧૫ લિટર પાણીમાં ૧૫ ગ્રામ) પ્રતિ હેક્ટરે ૪૦૦ થી ૫૦૦ લિટર મુજબ છંટકાવ કરવો.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

ખેતી પાકોમાં કૃમિથી જીવાત નિયંત્રણ

આજના ઝડપી યુગમાં મોટાભાગના માણસો માનતા હોય છે કે, ફકત રાસાયણિક જંતુનાશક દવાથી જ જીવાતોનું ઝડપી અને સફળ નિયંત્રણ થઇ શકે છે. પરંતુ વાસ્તવમાં હકીક્ત તદન જુદી છે. જૈવિક નિયંત્રણ ભલે ધીમી

વધુ વાંચો....

સિલિકોન વનસ્પતિમાં શું કરે છે ?

સિલિકોન પૃથ્વીના બાહ્યસ્તરમાં બીજુ સૌથી વધુ પ્રમાણ (૫૯ % સિલિકા સ્વરૂપે) માં મળતું અકાર્બનિકતત્વછે. આમતો ડાંગર અને શેરડી સિવાયના પાકોમાં તેનું મહત્વ ઓછુ હોવા છતાં સિલિકોન જૈવિક-અજૈવિક પરિબળો સામે ટકાઉ અને રક્ષણાત્મક

વધુ વાંચો....

જીવાત : મકાઈ અને જુવાર માં લશ્કરી ઇયળ, ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ

પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી આ જીવાતના પુખ્તને આકર્ષી નાશ કરવો. ફૂદાને આકર્ષતા ફેરોમેન ટ્રેપ ૫ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવવા. મકાઈની ભૂંગળીમાં માટી કે રેતી નાખવાથી પણ આ જીવાતને ખાવામાં

વધુ વાંચો....

આંબો અને વેલાવાળા શાકભાજી (કાકડી, તરબૂચ, ટેટી, દૂધી) આવતી ફળમાખીનું નિયંત્રણ

ફળમાખીની કોશેટા અવસ્થા જમીનમાં પસાર થતી હોવાથી ઝાડની ફરતે અવાર-નવાર ખેડ અથવા ગોડ કરવાથી કોશેટાનો નાશ થાય છે. આંબામાં મિથાઈલ યુજીનોલ ટ્રેપનો ઉપયોગ કરી ફળમાખીના નર કીટકોને આકર્ષીને નાશ કરી શકાય છે.

વધુ વાંચો....

ચીકુના ઝાડની કળી કોરી ખાનાર ઈયળ નિયંત્રણ કેમ કરવું ?

ઉપદ્રવની શરૂઆતમાં લીમડા આધારિત તૈયાર કીટનાશક ૩૦ મિ.લી. (૧ ઇસી) થી ૬૦ મિ.લી. (૦.૧૫ ઈસી) અથવા બેસીલસ થુરીન્જીન્સીસ જીવાણુનો પાઉડર ૨૦ ગ્રામ અથવા બ્યૂવેરીયા બેસીયાના ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં

વધુ વાંચો....

બાજરીના પાકમાં તળછારો રોગ

રોગપ્રતિકારક જાતો જેવી કે જી.એચ.બી. ૫૩૮, જી.એચ.બી. ૫૫૮, જી.એચ.બી. ૭૪૪, જી.એચ. બી. ૭૧૯, જી.એચ.બી. ૭૩૨, જી.એચ.બી. ૯૦૫ વાવેતર માટે પસંદગી કરવી.* વાવતાં પહેલાં મેટાલેક્ષીલ (રીડોમીલ એમ ઝેડ-૭૨) ૮ ગ્રામ/કિ.ગ્રા. બીજ પ્રમાણે દવાનો

વધુ વાંચો....

કોબીજના દડાનું ફાટવાનું કારણ શું હોય શકે ?

કોબીજના દડાનું ફાટવું : કોબીજના દડા સામાન્ય રીતે જ્યારે તેઓ લગભગ તૈયાર થઈ ગયા હોય ત્યારે ફાટે છે. કારણકે પાછળથી (મોડેથી) નાઈટ્રોજન ખાતર આપવું.તૈયાર થઈ ગયેલા દડાને ખેતરમાં વધુ સમય સુધી રાખવા.

વધુ વાંચો....

હવે આપણા કૃષિ વૈજ્ઞાનિકોએ આઘાત સહન કરી શકે તેવી નવી જાતોનું સંશોધન કરવું પડશે.

છેલ્લા થોડા વર્ષમાં આપણે અનુભવ્યું છે કે હવામાનના બદલાવના લીધે અચાનક ગરમી, ઠંડી, કમોસમી વરસાદ કે વાવાઝોડું આવવાથી આપણા પાકને નુકશાન થઇ રહ્યું છે. એ સમય દૂર નથી કે  હવે આપણા કૃષિ

વધુ વાંચો....

તરબૂચનું ફાટવાનું કારણ શું હોય ?

તરબૂચનું ફાટવું : તરબૂચ મુખ્યત્વે પાણીના અસમાન પુરવઠાને કારણે ફાટી જાય છે. સતત અને એકસરખું પિયત જાળવો. કોરા સ્પેલ પછી તરત જ ભારે પિયત આપવાનું ટાળો. પૂરતા પોટેશિયમ સાથે સંતુલિત ખાતર આપો.

વધુ વાંચો....

ટામેટાંનું ફાટવાનું કારણ શું હશે ?

ટામેટાંનું ફાટવું જ્યારે સૂકી જમીન પછી વધુ પડતા પિયતને લીધે ફળો ઝડપથી વધે છે ત્યારે ટામેટાં ઘણીવાર ફાટી જાય છે. પાકને નિયમિત અંતરે ચોક્કસ માત્રામાં પિયત આપો. ભેજ જાળવી રાખવા માટે મલ્ચિંગ

વધુ વાંચો....

જીવાત : કપાસમાં ચુસીયા જીવાતનું નિયંત્રણ

મોલો-મશી, થ્રિપ્સ, સફેદમાખી અને તડતડીયા જેવા ચુસીયા જીવાતના ઉપદ્રવની શરુઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા બીવેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં

વધુ વાંચો....

બાજરી : પાનનાં ટપકાં/ બ્લાસ્ટ

રોગપ્રતિકારક જાતો જેવી કે જી.એચ.બી. ૫૩૮, જી.એચ.બી. ૫૫૮, જી.એચ.બી. ૭૪૪, જી.એચ. બી. ૭૧૯, જી.એચ.બી. ૭૩૨, જી.એચ.બી. ૯૦૫ વાવેતર માટે પસંદગી કરવી.રોગની શરૂઆત થાય ત્યારે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૫ ગ્રામ ૧૫ લિટર પાણીમાં

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks