
મોલો-મશી, થ્રિપ્સ, સફેદમાખી અને તડતડીયા જેવા ચુસીયા જીવાતના ઉપદ્રવની શરુઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા બીવેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
વધુ ઉપદ્રવ હોય તો ડાયપ્રોપાયરીડેઝ ૧૨૦ એસએલ ૨૫ મિ.લી.અથવા એફીડોપાયરીફેન ૫૦ ડીસી ૩૦ મિલી
ફલોનીકામાઈડ ૫૦ ડબલ્યુજી ૫ ગ્રામ, થાયાક્લોપ્રિડ ૪૮ એસસી ૮ મિ.લી., ડાયફેન્ચ્યુરોન ૫૦ ડબલ્યુપી ૧૫ ગ્રામ, ડીનોટેફયુરાન
२० એસજી ૫ ગ્રામ, આઇસોસાઇક્લોસેરમ ૯.૨ ડીસી ૬ મિ.લી., ક્લોથીઆનિડીન ૫૦ ડબલ્યુડીજી ૬ ગ્રામ, ફીપ્રોનીલ ૫ એસસી ૩૦ મિ.લી., એસીફેટ ૫૦% + ઈમિડાક્લોપ્રીડ ૧.૮% એસપી ૧૫ મિ.લી., એસીફેટ ૨૫% + ફેનવાલરેટ ૩% ઈસી ૧૫ મિ.લી., પાયરીપ્રોક્ષીફેન ૫% + ફેનપ્રોપાથરીન ૧૫% ઇસી ૧૫ મિ.લી., પાયરીપ્રોક્ષીફેન ૫% + ડાયફેબ્લ્યૂરોન ૨૫% એસઇ ૬૦ મિ.લી., પાયરીપ્રોક્ષીફેન ૫% + બાયફેનથ્રીન ૧૦% ઇસી ૩૦ મિ.લી., ઈન્ડોકઝાકાર્બ ૧૪.૫% + એસીટામીપ્રીડ ૭.૭% એસસી ૧૫ મિ.લી., ફીપ્રોનીલ ૪% + એસીટામીપ્રીડ ૪% એસસી ૬૦ મિ.લી., ડાયફેન્ચ્યુરોન ૪૭% + બાયફેનથ્રીન ૯.૪૦% એસસી ૧૮ મિ.લી. પૈકી કોઈપણ એક કીટનાશક ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. સફેદમાખી અને મોલો-મશીની વસ્તી વધતી અટકાવવા અર્થે સીન્થેટીક પાયરેથ્રોઇડનો ઉપયોગ નવેમ્બર માસ સુધી કરવો નહિ.













