
એસ્કોર્ટ્સ કુબોટા લિ. ભારતીય ટ્રેક્ટર માર્કેટના 41-50 HP સેગમેન્ટમાં તેના પ્રીમિયમ યુટિલિટી ટ્રેક્ટર પોર્ટફોલિયોનું વિસ્તરણ કરતા બે નવા ટ્રેક્ટર, કુબોટા MU4502 અને MU5002 રજૂ કર્યા છે, જે અનુક્રમે 45 HP અને 50 HPની ક્ષમતા ધરાવે છે.
આ બંને મોડલ ઇન્ડસ્ટ્રીની પ્રથમ 8-વર્ષની ટ્રાન્સફરેબલ (બદલી શકાય તેવી) વોરંટી સાથે આવે છે, માલિકી બદલાય તો પણ આ વોરંટી ટ્રેક્ટર સાથે જ રહે છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ વોરંટીનો ઉદ્દેશ્ય લાંબા ગાળાની માલિકીની ખાતરી આપવાનો અને ટ્રેક્ટરની રિસેલ વેલ્યુને ટેકો આપવાનો છે. એસ્કોર્ટ્સ કુબોટા લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર નિખિલ નંદાએ જણાવ્યું હતું આ બંને ટ્રેક્ટર કુબોટાના KQP4 જાપાનીઝ એન્જિન દ્વારા સંચાલિત છે અને તેમાં 12F + 4R મલ્ટિ-સ્પીડ સિંક્રોમેશ ગિયરબોક્સ છે.. આ ટ્રેક્ટરમાં ડ્યુઅલ સ્ટેબિલાઇઝર સ્પ્રિંગ (DSS) ટેકનોલોજી સાથે પોમ્પા લિફ્ટ પણ છે,

















