aries agro

તમે અન્ય પાકોની શ્રેણીમાં છો

રોગ : દિવેલામાં સૂકારો

દિવેલામાં સૂકારો કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૫ ગ્રામ અથવા કોપર ઓક્સિક્લોરાઇડ ૫૦ વેપા ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણી પ્રમાણે દ્વાવણ બનાવી રોગથી અસર પામેલા છોડની ફરતે જમીનમાં આપવાથી રોગની તીવ્રતા ઘટાડી શકાય છે

વધુ વાંચો>>>>

શેરડીના બિયારણને ગરમીની માવજત શા માટે આપવી જરૂરી છે

શેરડીના બિયારણને કોઈપણ એક પદ્ધતિથી ગરમીની માવજત આપવી જરૂરી છે :  (૧) ગરમ પાણીની માવજત (હોટ વોટર ટ્રીટમેન્ટ) ૫૦° સે. ઉષ્ણતામાન, ૨ કલાક માવજત આપવી (૨) ભેજવાળી ગરમ હવાની માવજત (મોઈસ્ટ હોટ એર ટ્રીટમેન્ટ) ૫૪° સે. અને ૯૫‰. સાંદ્રતા ભેજ, ૪ કલાક માવજત આપવી (૩) ગરમ

વધુ વાંચો>>>>

શેરડીના પાકમાં મહત્તમ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય ?

ખેડૂતો સારી ગુણવત્તાવાળું, શુધ્ધ, કુમળું અને તંદુરસ્ત સારી જાતના બિયારણનો ઉપયોગ કરે તો શેરડીના પાકમાં મહત્તમ ઉત્પાદન મેળવી શકે છે. શેરડીના કુલ ઉત્પાદનનો લગભગ ૧૦ થી ૧૨ % જેટલો હિસ્સો ખેડૂતો બીજ તરીકે વાપરે છે. સારી ગુણવત્તાવાળું બીજ વધુ ઉગાવો આપે છે. શેરડીના પાકની ઉંમર, ઊભેલ

વધુ વાંચો>>>>

શેરડીનાં પાકમાં એપીરીકેનીયા મેલાનોલ્યુકાનો ફાળો

એપીરીકેનીયા મેલાનોલ્યુકા : શેરડોના પાયરીલાના જૈવિક નિયંત્રણમાં બાહ્યપરજીવી એપીરીકેનીયા મેલાનોલ્યુકાનો ફાળો અગત્યનો છે. આ કીટક રોમપક્ષી બાહ્ય પરોપજીવી છે. પુખ્ત કીટક કાળા રંગનું હોય છે જે કોશેટામાંથી નીકળ્યા બાદ કોશેટા પાસે જ બેસી રહે છે. ઈંડામાંથી નીકળેલ ઈયળ ખુબ જ નાની, આછા પીળા રંગની અને પ્રમાણમાં

વધુ વાંચો>>>>

શેરડીની ખેતી માટે બીજ

શેરડીની સફળ ખેતીનો મુખ્ય આધાર પણ ઊંચી ગુણવત્તાવાળા શુધ્ધ અને તંદુરસ્ત બીજ પર રહેલ છે. તંદુરસ્ત બિયારણ સારા પાકના પૂર્વગામી તરીકે ગુણવત્તાયુક્ત અને વધુ ઉત્પાદન મેળવવા માટે જરૂરી છે. સારા તંદુરસ્ત પાકમાંથી કટકા મેળવી કે જે રોગ- જીવાતમુક્ત હોય, જેની સ્ફુરણ શક્તિ ૮૫ થી વધારે હોય

વધુ વાંચો>>>>

રોગ : દિવેલાના પાકમાં સુકારો રોગનું નિયંત્રણ કેવી રીતે કરી શકાય.

દિવેલાના પાકમાં સુકારો રોગનું નિયંત્રણ માટેકાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૫ ગ્રામ ૧૫ લિટર પાણી પ્રમાણે દ્રાવણ બનાવી રોગની અસર પામેલા છોડની ફરતે જમીનમાં આપવાથી રોગની તીવ્રતા ઘટાડી શકાય છે.

વધુ વાંચો>>>>

રોગ : દિવેલાના પાકમાં મૂળનું કોહવારોનું નિયંત્રણ કેવી રીતે કરી શકાય.

દિવેલાના પાકમાં મૂળના કોહવારાના રોગની શરૂઆત થતાં પિયત સાથે ઓકસીકલોરાઈડ કોપર ફૂગનાશક (પ૦% વે.પા.) ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં દ્રાવણ બનાવી રોગથી અસર પામેલા છોડની ફરતે જમીનમાં આપવાથી રોગની તીવ્રતા ઘટાડી શકાય છે.

વધુ વાંચો>>>>

દિવેલામાં નીંદણ નિયંત્રણ કેમ કરવું ?

દિવેલામાં નીંદણ નિયંત્રણ ઉત્તર ગુજરાત ખેત-હવામાન વિસ્તાર (ખેતી આબોહવા પરિસ્થિતિ-૧) માં પિયત દિવેલાનું વાવેતર કરતાં ખેડૂતોને દિવેલાના પાકમાં અસરકારક અને અર્થક્ષમ નીંદણ નિયંત્રણ કરવા માટે વાવણી બાદ ૩૦ અને ૬૦ દિવસે એમ બે -વખત આંતરખેડ તેમજ બે વખત હાથ નીંદામણ કરવાની સલાહ આપવામાં આવે છે. વળી,

વધુ વાંચો>>>>

રોગ : શેરડીનો રાતડો

ટ્રાયકોડર્મા વીરીડી અથવા ટ્રાયકોડર્મા હરજીયાનમ પ્રેસમડમાં સંવર્ધન કરી રોપણી સમયે ૮ ટન પ્રતિ હેક્ટરે ચાસમાં આપવું. વધુ પડતું પિયત અથવા પાણીની ખેંચ થવા દેવી નહિ.

વધુ વાંચો>>>>

તમાકુના પાકમાં આવતો રોગ સફેદ ટપકાં/ સફેદ ચાંચડીનું નિયંત્રણ વિષે જાણો.

તમાકુનો રોગ સફેદ ટપકાં હેક્ઝાકોનાઝોલ ૫ એસસી 15 મિ.લી. અથવા પ્રોપીનેબ ૭૦ વેપા 40 ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 8 ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૧૨% + મેન્કોઝેબ ૬૩% વેપા 45 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી કોઇપણ એક ફૂગનાશકના વારાફરતી ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.

વધુ વાંચો>>>>

ફણસી ગરમીમાં થાય ?

● ફણસી એ ગરમી સામે સંવેદનશીલ પાક છે. ફ્ણસીનાં સારા ઉત્પાદન માટે ૧૮૦ થી ૨૦૦ સેન્ટીગ્રેડ તાપમાન પૂરતું હોય છે. ૧૬૦ સેન્ટીગ્રેડથી ઓછું અને ૨૨૦ સેન્ટીગ્રેડથી વધારે તાપમાનની અસર ફ્ણસીની વૃદ્ધિ તેમજ ઉત્પાદન પર પડી શકે છે. જો તાપમાન ૩૦૦ સેન્ટીગ્રેડથી વધી જાય તો ફૂલ ખરી

વધુ વાંચો>>>>

ફણસીને કેવી જમીન માફક આવે ?

● ફણસીની ખેતી લગભગ દરેક પ્રકારની જમીનમાં કરી શકાય છે, પરંતુ સારા નિતારવાળી ગોરાડું અને ફળટ્ટુપ જમીનમાં કે જેનો પી.એચ. ૬ થી ૭ની વચ્ચે રહેલી હોય તો તે જમીન વધારે અનુકૂળ છે. વધારે પડતો પાણીનો ભરાવો, વધુ તાપમાન અને હીમ ફ્ણસીની ખેતી માટે નુકસાનકારક છે.

વધુ વાંચો>>>>

જીવાત : દિવેલાની ડોડવા કોરી ખાનાર ઇયળનુ નિયંત્રણ કેમ કરવું

ડોડવા કોરી ખાનાર ઇયળનું નિયંત્રણ બ્યૂવેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15  લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.  વધુ ઉપદ્રવ જણાય તો ક્લોરપાયરીફોસ   ૨૦ ઈસી 30  મિ.લી. અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી 6  મિ.લી.અથવા ફ્લૂબેન્ડીયામાઇડ ૪૮૦ એસસી 6  મિ.લી. અથવા ઈન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઈસી

વધુ વાંચો>>>>

ફણસી એક મહત્વનો કઠોળ પાક

● ફણસી એક મહત્ત્વનો કઠોળ પાક છે, મુખ્યત્વે લીલી શિંગો તથા દાણા માટે થાય છે. ફાણસીની લીલી શિંગોનો ઉપયોગ શાક બનાવવા તથા સૂકાયેલા દાણાનો ઉપયોગ કઠોળના રૂપમાં કરાય છે.

વધુ વાંચો>>>>

દિવેલ નો સૂકારો

છાણિયું ખાતર અને લીલા પડવાશનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો. સુકારા સામે પ્રતિકારક જાત ગુજરાત દિવેલા સંકર-૭નું વાવેતર કરવું. બીજને વાવતાં પહેલાં કાર્બેન્ડાઝીમ ૧ ગ્રામ અથવા ટ્રાયકોડર્મા વીરીડી જૈવિક નિયંત્રકનો ૧૦ ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણે પટ આપવો. કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 15 ગ્રામ અથવા કોપર ઓક્ઝિક્લોરાઇડ ૫૦

વધુ વાંચો>>>>

શેરડીનો રાતડો

ટ્રાયકોડર્મા વીરીડી અથવા ટ્રાયકોડર્મા હરજીયાનમ પ્રેસમડમાં સંવર્ધન કરી રોપણી સમયે ૮ ટન પ્રતિ હેક્ટરે ચાસમાં આપવું. વધુ પડતું પિયત અથવા પાણીની ખેંચ થવા દેવી નહિ.

વધુ વાંચો>>>>

તમાકુનો પચરંગિયો

તમાકુના પાનનો ખાતર તરીકે તેમજ ખેતરમાં કામ કરતી વખતે તમાકુમાંથી બનેલી કોઈપણ પેદાશોનો ઉપયોગ કરવો નહિ. ખેતરમાંથી નીંદણ દૂર કરવા તેમજ શેઢા-પાળા ચોખ્ખા રાખવા. ખેતરમાં રોગિષ્ઠ છોડ દેખાય કે તરત જ આવા છોડ ઉપાડી નાશ કરવો. ખેતરમાં કામ કરતાં પહેલાં અને પછી સાબુના પાણીથી હાથ ધોવા.

વધુ વાંચો>>>>

પશુચારા તરીકે સરગવો

વાવેતરના ૮પ થી ૯૦ દિવસ બાદ પ્રથમ કાપણી માટે મોરિંગા લીલાચારા તરીકે તૈયાર થઈ જાય છે. ચારાનું ગુણવત્તાયુક્ત ઉત્પાદન અને ઝડપી વિકાસ માટે વૃક્ષને જમીનની ૩૦ સે.મી. ઉપરથી કાપવું હિતાવહ છે. ૯૦ દિવસ પહેલા ચારાનું કાપવાથી તેનું થડ પાતળુ અને કમજાેર રહી જાય છે. ત્યારપછીની દરેક

વધુ વાંચો>>>>

સરગવાનું વાવેતર

મોરિંગાના વાવેતર માટે ૬.પ થી ૮.૦ પીએચવાળી કાળી માટી ખૂબ જ અનુરૂપ છે. જે જમીન પર પાણીનો ભરાવો રહેતો હોય તે મોરિંગા માટે માફક નથી કેમકે ચોમાસાની ઋતુમાં પાણીના ભરાવાથી વૃક્ષો પડવાની સંભાવના રહે છે. મુખ્યત્વે વસંત અથવા તો શરદ ઋતુમાં વાવેતર કરવાથી છોડનું અંકુરણ ઝડપી

વધુ વાંચો>>>>

તમાકુનો પચરંગિયો રોગ આવે ત્યારે શું શું કાળજી લેવી ?

તમાકુના પાંદડાનો ખાતર તરીકે તેમજ ખેતરમાં કામ કરતી વખતે તમાકુમાંથી બનેલી કોઈપણ પેદાશોનો ઉપયોગ કરવો નહિ. ખેતરમાંથી નીંદણ દૂર કરવા તેમજ શેઢા-પાળા ચોખ્ખા રાખવા.

વધુ વાંચો>>>>

શેરડીનો રાતડો રોગ

રોગનો ચેપ બિયારણ તેમજ જમીન મારફતે ફેલાય છે. આ રોગનો ઉપદ્રવ જૂનથી નવેમ્બર સુધી વધારે જોવા મળે છે, ખેતરમાં ઊભા શેરડીમાં જોવા મળતાં લક્ષણો (બાહ્ય લક્ષણો) : • રોગની શરૂઆતમાં શેરડીની ટોચ પરથી ત્રીજું કે ચોથું પાન પીળું પડી બંને કિનારી તરફથી ઉપરથી નીચેની બાજુએ સૂકાતું

વધુ વાંચો>>>>

ચોમાસા દરમિયાન શેરડી પાકમાં આવતા રોગો

શેરડી પાકમાં રોગકારકો મુજબ રોગોનું વર્ગીકરણ નીચે મુજબ છે : • ફૂગથી થતાં રોગો : રાતડો, સુકારો, ચાબુક આંજિયો, ટુકડાનો સડો, પોક્કાહ બોઈંગ અને ગેરૂ વગેરે. • જીવાણુંથી થતાં રોગો : ઘાસીયા જડા (લામ વામતા), લીફ સ્કાલ્ડ અને પાન પર લાલ પટ્ટા વગેરે. • વિષાણુંથી થતાં

વધુ વાંચો>>>>

જીવાત : સરગવાનો મેઢ અને જાળા બનાવનાર ઈયળ

વર્ટીસીલીયમ લેકાની અથવા બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.  મેઢથી ઉ૫દ્રવિત થડમાં પાતળી સળી દાખલ કરી થડને હળવી ટ૫લી મારવાથી અંદર રહેલી ઈયળ બહાર આવવા પ્રયત્ન કરે છે. આ રીતે બહાર નીકળવા પ્રયત્ન કરતી ઈયળને ત્વરાથી ૫કડીને બહાર ખેંચી

વધુ વાંચો>>>>
મોરીંગાની ખેતી : પશુઓ માટે બારે માસ લીલા ચાર તરીકે મોરીંગાની ખેતી

મોરીંગાની ખેતી : પશુઓ માટે બારે માસ લીલા ચાર તરીકે મોરીંગાની ખેતી

લીલાચારા તરીકે તેના કોમળ પાંદડા અને ડાળીઓ કે જે ખૂબ જ પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને સારી સુવાસ ધરાવતી હોય છે. તેને જ પરિણામે મનુષ્યના ખાદ્ય પદાર્થની સાથે સાથે પશુઓ માટે પણ લીલાચારા તરીકે મોરિંગાનો ઉપયોગ કરવો ફાયદાકારક છે. વાવેતર પહેલા બીજને આખી રાત પલાળી મૂકી તેને પ

વધુ વાંચો>>>>

સફળવાર્તા : મશરૂમની ખેતીમાં સફળ ઉધોગ સાહસિક શ્રીમતી અંજનાબેન ગામીત

મૂળભૂત રીતે અંજનાબેન ખેડૂતપુત્રી છે અને ખેતીમાં પણ રસ ધરાવે છે. તેમણી પાસે ૬ વિઘા જમીન છે. ખેતીમાં રસ ઉત્પન્ન થતાં તેઓએ બાંધકામ વ્યવસાય સાથે ખેતીમાં પણ જોડાયા. અંજનાબેન અત્યંત પ્રતિભાશાળી, મહેનતુ અને કુશળ મહિલા છે અને હંમેશા પોતાના બળ પર કંઈક નવું કરવા ઈચ્છે છે

વધુ વાંચો>>>>
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks