- પાન ખાનાર ઇયળની માદા ફૂંદી જથ્થામાં ઈંડાં મૂકતી હોય જેથી તેનો વીણીને નાશ કરવો.
- આ જીવાતના ફૂદા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉપદ્રવિત વિસ્તારમાં પ્રકાશ પિંજર ગોઠવવા.
- જમીન પર પડેલ પાંદડાની નીચે રહેલ ઈયળો હાથથી વીણીને નાશ કરવો.
- આ જીવાતનાં નર ફૂદાંને આકર્ષવા ફેરોમોન ટ્રેપ ગોઠવવા.
- બ્યુવેરીયા બેસીયાના નામની કૃગનો પાઉડર ૬૦ ગ્રામ અથવા બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુંનો પાઉડર ૩૦ ગ્રામ અથવા આ જીવાતનું ન્યુક્લિયર પોલીહેડ્રોસીસ વાયરસ ર૫૦ એલઇ ૧૫ મિ.લિ. ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
- આ જીવાતનો ઉપદ્રવ વધુ જણાય તો થાયામેથોક્ઝામ ૧૨.૬% + લેમ્ડા સાયહેલોશથ્રીન ૯.૫% ઝેડસી ૬ મિ.લિ. અથવા ક્વિનાલફોસ રપ ઇસી ૩૦ મિ.લિ.૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. દરેક છંટકાવ વખતે કીટનાશક બદલવી

ઉત્પાદન વધારવું પડશે.-એડવાન્સ એગ્રીકલ્ચર ટેકનોલોજી (ATT) એટલે શું ?
આપણી ખેતીમાં એકમ વિસ્તાર દીઠ ઉપજ વધે તો કેવા લાભ થાય તે એવા ખેડૂતો જાણે છે કે જે પ્રત્યેક છોડ દીઠ ઉપજ વધે તો કેવા લાભ થાય તે એવા ખેડૂતો જાને છે




















