Visitors
Visitors

કપાસ ઉગાડતા ખેડૂતોને ગુલાબી ઈયળનું ખુલ્લુ આવેદન પત્ર  ગુલાબી ઈયળના અટહાસ્ય સાથે કપાસ ઉગાડતા ખેડૂતોને ખુલ્લી ચેતવણી

અમે ગુલાબી ઈયળ માત્ર કપાસના પાકમાં આવતી અડધા ઈંચની સાવ નાનકડી ઈયળ છીએ જે સાવ નાનકડી હોય છે ત્યારે ભુખરા રંગના માથાવાળી એકદમ ટચુકડી હોય છે. મોટી થતા થતા ખાલી અડધા ઈંચની થાય છે. પુખ્ત બનતા તેના ઉપર ગુલાબી પટ્ટી થાય છે કપાસના જીંડવાને કાતરતી કાતરતી અડધા ઈંચની આ ઈયળ તમને સૌને ખુલ્લમ ખુલ્લા ચેલેન્જ કરે છે કે તમે મનુષ્યો ભલે ભારે અક્કલવાળા ગણાવ પણ તમારે જ હવે વિચારવાનું છે કે તમારામાં કેટલી બુદ્ધિ છે.

અમે ગુલાબી ઈયળ કિટક સમુદાયની લેપીડોપ્ટેરા ગૃપની ગેલેચીડાઈ કુટુંબ માંથી આવેલી પેકટીનોફોરા ગોસીફીએલા વૈજ્ઞાનિક નામ ધરાવતી ઈયળને અંગ્રેજીમાં પીંક બોલવર્મ કહે છે અને તમે બધા અમને ગુલાબી ઈયળ તરીકે ઓળખો છો.   

ગુલાબી ઈયળનો આખો સમાજ કૃષિ વૈજ્ઞાનિકો ઉપર હસી રહ્યો છે. અમારું વતન એશીયા ગણાય છે અમો સૌ પ્રથમ ઈસ્ટર્ન ઈન્ડીયન ઓશન રીજીયનમાં  દેખા દીધેલી પછી ૧૯૧૭માં અમે અમેેરીકાના ટેકસાસમાં દરીયાની સ્ટીમરો મારફત અમે મેકસીકો સુધી પહોંચેલા છીએ. તમે અમને કયાં કયાં મારશો, થાકી જાશો.  

અમે માત્ર કપાસ ઉપર જીવીએ છીએ તે પણ તમને મંજુર નથી !

અને કપાસ ખાવાના અમારા હક્ક ઉપર તરાપ મારવા તમે જાતજાતની જંતુનાશકો બનાવી અધુરામાં પુરુ તમે સિન્થેટીક પાયરેથ્રોઈડ જેવી દવાઓ દ્વારા અમને મારવાની લાયમાં પર્યાવરણને નુકશાન કરવામાં કંઈ બાકી રાખ્યું નથી.  ડીડીટી જેવી ઝહેરીલી દવા બંધ થઈ ગઈ તેને બનાવતી કંપની પણ બંધ થઈ ગઈ તેમ છતા તેના નુકશાનકારક અસરથી હજી વિશ્વનો કોઈ દેશ મુકત નથી તોય તમે સમજતા નથી અને છેલ્લે તમે તો અમારુ નિકંંદન નીકળી જાય તે માટે બીટી ટેકનોલોજી લાવ્યા.

પણ તમે યાદ રાખજો કે અમે આ ધરતી ઉપર હંમેશા રહેવાના અમારી બહેનો લીલીબેન , કાબરી બેન, લશ્કરી બેન પણ અમારી જેમ પ્રતિકારકતા કેળવવા અત્યારે  અથાક મહેનત કરી જ રહી છે. તે પણ આવતા વર્ષોમાં શક્તિ કેળવી લેશે. ત્યારે તમને ખબર પડશે અને તમારા મોઢા ફાટયા રહેશે.

અમને સીન્થેટીક પાયરેથ્રોઈડ ગૃપની દવાથી બહુ બીક લાગે છે. ઈ  તમે જાણી ગયા છો અને બીજુ ખેતરે ખેતરે અમારા ભાયડાને પકડવા ઓલ્યા ફુગાવાળા પીંજરા (ફેરોમોન ટ્રેપ) મૂકો છો ને વળી માદાની સુગંધવાળી ટ્‌યુબના ટપકા મૂકો છો અમારા ભાયડા અમારી માદાની સુગંધ ભાળીને ભલે ગલોટીયા મારી જાય તેવુંં તમે કર્યુુ અને બેવેરીયા બેસીયાના ફુગને પણ  અમારી પાછળ છોડી પણ એમ કાંઈ અમે લીલી-કાબરી-લશ્કરી નથી તે તમે સમજી લેજો. અમે છીએ ઈયળના આખા સમાજની સૌથી રીઢી જાત ગુલાબી ઈયળ.

અમારું નામ છે… પીંક ગૌરી ગુલાબ ચંદ્ર લાલગુલાબી અમે એમ કાંઈ તમારા વિસ્તારમાંથી જવાના નથી, તમે જયાં સુધી કપાસ વાવશો ત્યાં સુધી અમે તમારા વિસ્તારમાં રહેવાના ને રહેવાના. તમે અમને જીંડવામાં ગરતા પહેલા જો મારી શકો તો મારો નહિત્તર  એકવાર અમે જીંડવામાં ગરી જાય પછી તમારા જેવા પામર મનુષ્યનું કાંઈ ન આવે

થાઈ ઈ કરી લેજો, તમને સૌને જાહેર ચેલેન્જ કરીએ છીએ. આ વર્ષે જો તમે વીધે ૩૦ મણ કપાસ  કરી બતાવો તો સાચા ગણીએ. તમારી તેવડ કેટલી છે ઈ દીવાળીએ ખબર પડશે. જોજો રાતા પાણીએ રોવાનો વારો આવશે ત્યારે યાદ કરજો કે મેં શું કીધુ હતું. તમારા માંથી થોડાકે આ વર્ષે પ્રો-કોટન ચેલેન્જ લીધી છે તેટલાનો અમને ડર છે બાકી કપાસ વાવવા વાળા બધા ખેડૂતો કઈ સીન્થેટીક છાંટી શકવાના નથી ઈ અમને ખબર છે.

લી.

જય ભલ્લાલમલાલ,

પીંક ગૌરી ગુલાબચંદ્ર લાલગુલાબી,

ગુલાબી ઈયળ સંગઠનના પરમુખની જાહેર ચેતવણી

– કૃષિ શિક્ષણ શ્રેણી કૃષિ વિજ્ઞાન દ્વારા.

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    સીમ કરે ટહુકો : કેડી

    – હર્ષદ દવે સીમમાં કે વનમાંથી પસાર થતી કેડી પર ચાલવુંં સાૈ કોઈને ગમે ખુલ્લા રસ્તાની મોકળાશ કેડી પર જોવા ન મળે. એટલે જ કેડી પર નિરવ શાંતિ અને એકાંત માણવાની તક

    વધુ વાંચો....

    સીમ કરે ટહુકો : પ્રકાશ – હર્ષદ દવે

    દિવાળી એટલે પ્રકાશનું પર્વ દિવાળી એટલે દિપાવલી આ શબ્દ જ આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે ઘરે-ઘરે દિપમાલા પ્રગટે છે અને ચોમેર પ્રકાશ પથરાઈ જાય છે આ પ્રકાશને આંખ ભરીને જોઈ

    વધુ વાંચો....

    બીજમંત્ર : દેશનું ભાવી જોબ માર્કેટ કૌશલ્ય આધારિત રહેશે.

    ડુબકીયા સિંધુ મેં ગોતાખોર લાગાતા હૈજા કર ખાલી હાથ લોટકર આતા હૈમિલતે નહીં સહજ હી મોતી ગહરે પાની મેંમુઠ્ઠી ઉસકી ખાલી હર બાર નહીં હોતી’ આ પંક્તિઓ સોહનલાલ ત્રિવેદીની તે કવિતાની છે,

    વધુ વાંચો....

    લશ્કરી ઇયળ

    હેક્ટર દીઠ એક પ્રકાશપિંજરનો ઉપયોગ કરી ફૂદીઓને આકર્ષી નાશ કરવો ખેતરની ફરતે થોડા થોડા અંતરે ટ્રેપ ક્રોપ તરીકે વાવેલા દિવેલાના છોડ ઉપર માદા ફૂદી ઈંડાં મૂકશે. આવા ઈંડાંના સમૂહવાળા પાન તોડી ઈંડાં

    વધુ વાંચો....

    ગુલાબી ઇયળ નિયંત્રણ કેમ કરવુ?

    ગુલાબી ઇયળ મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ફૂદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં

    વધુ વાંચો....

    ઉધઈનો ઉ૫દ્રવ ઘટાડવા શુ કરવુ?

    ઉધઈનો ઉ૫દ્રવ ઘટાડવા અગાઉના પાકના અવશેષો, પાંદડાં, મૂળ, ડાળીઓનો  સારૂ બાળીને નાશ કરવો.  કોહવાયેલુ છાણિયું ખાતર વાપરવું. ખાતર તરીકે દિવેલી કે લીંબોળીના ખોળનો ઉ૫યોગ કરવો.  ઘઉંના પાકમાં ઉધઈનું ઓછા ખર્ચે અસરકારક નિયંત્રણ બીજને

    વધુ વાંચો....

    ગુલાબી ઇયળ

    મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ફૂદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં ૮ કે

    વધુ વાંચો....

    ઘોડીયા ઇયળ

    ખેતરમાં ઈયળભક્ષી પક્ષીઓને બેસવા માટે ઝાડના ડાળા કાપીને છૂટાછવાયા ઊભા કરી તેમને બેસવાની વ્યવસ્થા કરવી. પુખ્ત ઈયળોને હાથથી વીણીને કેરોસીનવાળા પાણીમાં નાખીને નાશ કરવો. કુદરતી રીતે બ્યૂવેરીયા બેસીયાના ફૂગથી થતો રોગ જાેવા

    વધુ વાંચો....

    રીંગણ : ડૂંખ અને ફળ કોરી ખાનારી ઇયળ

    પાકની શરૂઆતની અવસ્થામાં નુકસાન પામેલ અને ચીમળાઇ ગયેલી ડૂંખોને ઇયળ સહીત તોડીને ઊંડો ખાડો કરી દાટી નાશ કરવાથી તેનો ઉપદ્રવ ઓછો કરી શકાય છે. ફેરરોપણીના એક મહિના બાદ ૪૦ ફેરોમોન ટ્રેપ/હેકટર પ્રમાણે

    વધુ વાંચો....

    ટામેટા : પાનકોરીયું અને પર્ણ-વ-ફળ વેધક

    પર્ણ-વ-ફળ વેધકની ઇયળના ઉપદ્રવની શરૂઆત થતા જ નર ફૂદાને સમૂહમાં પકડવા (આકર્ષવા) માટે ૪૦ ટ્રેપ પ્રતિ હેક્ટરે ગોઠવવા. બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા

    વધુ વાંચો....

    મગફળીમાં ઘૈણ

    ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉ૫દ્રવિત વિસ્તારમાં પ્રકાશ પિંજર ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા કીટકોનો નાશ કરવો. ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ ર૫ ઈસી અથવા કલોરપાયરીફોસ ર૦ ઈસી હેકટરે

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks