ડ્રીમ ફિલ્ડ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ અને અમેરિકન કંપની Verdesian Life Sciences વચ્ચે મહત્વપૂર્ણ ભાગીદારી નવી પ્રોડક્ટ લોન્ચ તથા ડીલર કોન્ફરન્સનું સફળ આયોજન ગુજરાતની અગ્રણી એગ્રો કેમિકલ્સ મેન્યુફેક્ચરિંગ કંપની ડ્રીમ ફિલ્ડ કેમિકલ પ્રાઈવેટ લિમિટેડએ આજે અમેરિકાની જાણીતી કંપની Verdesian Life Sciences સાથે ટેકનોલોજી અને ઉન્નત ગુણવત્તાની ઓછી કિંમતમાં વધુ નફો આપતી કૃષિ દવાઓ માટે સહકાર સંબંધ સ્થાપ્યો છે. આ ભાગીદારી અંતર્ગત CYTOXL અને Mycorrhizae જેવી ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની નવી પ્રોડક્ટ્સનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ પ્રોડક્ટ્સ ગુજરાતના તેમજ ભારતભરના ખેડૂતોને વધુ ઉપજ, નીચો ખર્ચ અને આધુનિક ટેકનોલોજીથી લાભ આપશે. ડ્રીમ ફિલ્ડ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ, જેની સ્થાપના ૨૦૧૪માં થઈ હતી, આજે ૧૬૦થી વધુ વિવિધ કૃષિ રાસાયણિક ઉત્પાદનો બનાવે છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં કંપનીની હાજરી છે અને તે ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળી જંતુનાશક, ફૂગનાશક તથા નિંદામણનાશક દવાઓ પૂરી પાડે છે.ત્યારે અમેરિકી કંપની સાથે સંબંધો સ્થાપિત કરી ખેડૂતોને વધુમાં વધુ કેવી રીતે મદદરૂપ થઈ શકાય તે હેતુથી આ કંપનીની સફળતામાં વધુ એક પીંછુ ઉમેરાયું છે આજના ઇવેન્ટમાં ખાસ મહેમાન તરીકે શ્રી આર.કે. ગોયલ, મેનેજિંગ ડિરેક્ટર – Verdesian Life Sciences (USA) ઓફ સાઉથ એશિયા ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ શ્રી તરંગ વેકરીયા, ડેપ્યુટી ઝોનલ મેનેજર ગુજરાત તથા હિંમત -જાંબુકીયા, ડ્રીમ ફિલ્ડ પ્રાઇવેટ લિમિટેડ CEO સંજય જાદવ, કેયુરભાઈ ખાચરીયા સમગ્ર રાજ્યમાંથી ૩૫૦થી વધુ ડિસ્ટ્રીબ્યુટરો અને ડીલરોએ ભાગ લીધો હતો. ડ્રીમ ફિલ્ડ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડનો મુખ્ય ઉદ્દેશ છે કે ગુજરાત અને ભારતના ખેડૂતોને આંતરરાષ્ટ્રીય સ્તરની ટેકનોલોજી તથા ઉચ્ચ ગુણવત્તાવાળી કૃષિ દવાઓ ઉપલબ્ધ થાય અને ખેડૂતો વધુ ઉત્પાદનથી વધુ નફો મેળવી શકે.

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

કંપની ન્યુઝ : ઇન્સેક્ટીસાઇડ્સ (ઇન્ડિયા)નું નવું અસરકારક નિદામણનાશક – અલ્ટેર વિષે જાણો ?

ઇન્સેક્ટીસાઇડ્સ (ઇન્ડિયા) દ્વારા ડાંગરનું અસરકારક નિદામણનાશક – અલ્ટેર ઇન્સેક્ટીસાઇડ્સ (ઇન્ડિયા) લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ કુમાર અગ્રવાલે જણાવ્યું છે કે: “અમને ભારતમાં અમારા ભાગીદારો નિસાન કોર્પોરેશાન જાપાનનું ઉત્પાદન અલ્ટેર રજૂ કરતા આનંદ થાય

વધુ વાંચો....

એક એવા ઉદ્યોગપતિ જે કેનેડાથી પરત ફર્યા અને શરૂ કરી જૈવિક ખાતરની કંપની

ડો. નરેન્દ્ર ઘેલાણી અને તેમના સંતાનો દ્વારા એગ્રિકોન ન્યુટ્રીટેક કંપની થકી “ઝેર મુક્ત ખેતી,” તરફ મહત્વપૂર્ણ યોગદાનદેશના કૃષિ ક્ષેત્રમાં ઝેરમુક્ત અને ટકાઉ ખેતી માટે મહત્વપૂર્ણ કામગીરી એગ્રીકોન ન્યુટ્રીટેક લિમિટેડ કરી રહ્યું છે.

વધુ વાંચો....

કંપની ન્યુઝ : હેક્ટર ૨૭ – જમીનની તંદુરસ્તીનું રક્ષણ – સફળ ખેતીનું પ્રથમ પગલું.

હેક્ટર 27 સાથે જમીનજન્ય રોગો, જીવાતો અને નેમાટોડેથી સંપૂર્ણ સુરક્ષા ખેતીમાં સારું ઉત્પાદન મેળવવા માટે માત્ર ગુણવત્તાવાળા બીજ અને ખાતર પૂરતા નથી. જમીનમાં રહેલા વિવિધ ફૂગજન્ય રોગો, હાનિકારક જીવાતો તેમજ નેમાટોડ પાકને

વધુ વાંચો....

પાયાના પોષણ : માટીના સ્વાસ્થ્યનું રહસ્ય: ભારતીય કૃષિ પરંપરા

માટીના સ્વાસ્થ્યનું રહસ્ય: ભારતીય કૃષિ પરંપરા માટીના સ્વાસ્થ્યનું રહસ્ય: સ્વ-શુદ્ધિકરણ તરફનું પ્રથમ પગલું શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો બીજ અંકુરિત થાય છે તે માટી પોતે જ બીમાર હોય તો પાક

વધુ વાંચો....

તુવેરની ખેતી : સંશોધિત તુવેર બિયારણ “માલામાલ”

સંશોધિત તુવેર બિયારણ “માલામાલ” તુવેરના પાકોનું વાવેતર કરતા ખેડૂતોને ખાસ જણાવવાનું કે છેલ્લા ત્રણ વર્ષથી મહારાષ્ટ્ર રાજ્યના સંભાજીનગરની સુમન એગ્રો એન્ડ સન્સ કંપની ગુજરાતમાં પોતાની સંશોધિત તુવેર બિયારણ “માલામાલ”ના નામથી વેચાણ કરી

વધુ વાંચો....

યલો સ્ટીકી ટ્રેપ ચૂસિયાં જીવાત માટે લોકપ્રિય વિકલ્પ

ICAR- સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોટન રિસર્ચ, નાગપુરના વૈજ્ઞાનિકોએ ચુસીયા પ્રકારની જંતુઓ (વ્હાઇટફ્લાય, એફિડ્સ અને થ્રીપ્સ) અને કપાસમાં ફાયદાકારક જંતુઓના આકર્ષણ માટે ચાર બેક્ટેરિયલ-આધારિત અસ્થિર આકર્ષણ ફોર્મ્યુલેશન વિકસાવી છે. ૧૫ AICRP (કપાસ) કેન્દ્રોમાં

વધુ વાંચો....

એગ્રીલેન્ડ માત્ર કંપની નહીં, વિશ્વાસનું બીજું નામ છે

કોઇપણ કંપની પોતાના વ્યાપાર માટે જ અસ્તિત્વમાં આવી હોય એ હકીકત છે, દરેક કંપની પોતાના વિકાસ માટે જ કામ કરતી હોય એ પણ એક સ્વિકાર્ય બાબત છે. દરેક કંપનીના ઉદ્દેશ અલગ હોય

વધુ વાંચો....

ગોદરેજનું નિંદામણનાશક – આશીતાકા (Ashitaka)

ભારતમાં લગભગ ૭૦% મકાઈનું ઉત્પાદન ખરીફ ઋતુ દરમિયાન થાય છે, જોકે, આ તે સમય છે જ્યારે સરેરાશ ઉપજ સૌથી ઓછી હોય છે (૨.૯ ટન પ્રતિ હેક્ટર). રવિ ઋતુમાં ઉત્પાદિત મકાઈ ૫ ટન/હેક્ટર

વધુ વાંચો....

વિશ્વાસ જીરું બીજના સફળ અનુભવો.

વિશ્વાસ – ૭ જીરું મનસુખભાઈ ડાયાભાઇ વસોયા મુ. લોધિકા તા. લોધિકા જી. રાજકોટ મો. ૮૭૮૦૪૧૫૦૦૪ રામ રામ મારા વ્હાલા ખેડૂત મિત્રો, હું તમારો ખેડૂત મિત્ર મનસુખભાઈ. મિત્રો હું છેલ્લા ૫ વર્ષોથી જીરાનું

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks